City PI of Jetpur beat up the for refusing to pay a bribe of Rs 3 lakh gambler
  • Home
  • Gujarat
  • જુગારીએ 3 લાખની લાંચ આપવાની ના પાડતા જેતપુરના સીટી PI ધાબા પર લઇ ગયા અને…

જુગારીએ 3 લાખની લાંચ આપવાની ના પાડતા જેતપુરના સીટી PI ધાબા પર લઇ ગયા અને…

 | 8:33 pm IST
  • Share

જેતપુર શહેરના બાવાવાળાપરામાં એક રહેણાંક મકાનમાંથી એલસીબીએ છ શખ્સોને જુગાર રમતા ઝડપી સીટી પોલીસને સોંપ્યા હતા. બાદમાં સીટી પી.આઇએ એક વયોવૃદ્ધને એટલો માર્યો કે લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા હતા.

રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગતરાત્રીના શહેરના બાવાવાળાપરા વિસ્તારમાં આવેલ રહેતા જીતેન્દ્ર રામાણીના ઘરે છાપો મારીને રમેશચંદ્ર નથવાણી, સહેજાદ રફીક છુટાણી, અનિલ બારૈયા, સુધીરભાઈ ચાવડા, ભાવીન ઉદેશી અને લલિતભાઈ ડોસાભાઈ અઢીયાને 1,94,000 મુદ્દામાલ સાથે ઝડપી સીટી પોલીસને હવાલે કર્યા હતા.

સીટી પોલીસના હદ વિસ્તારમાં એલસીબીએ જુગારની સફળ રેઇડ કરતા સીટી પોલીસ ધુંઆપુઆ થઈ હતી. અને તમામ આરોપીને બીજા પોલીસ સ્ટેશનના પટ્ટાનો સ્વાદ ચખાડ્યા બાદ બીજા દિવસે જ છોડવા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ બીપીના દર્દી ગોંડલના વતની લલિતભાઈ અઢીયાને લો પ્રેસર થઈ જતા સીટી પોલીસના કોન્સ્ટેબલ પ્રવીણભાઈએ લલિતભાઈના પુત્ર દિલીપભાઈને ફોન કરીને તેમના પિતા માટે બીપીની દવા લઈ આવવાનું કહ્યું પરંતુ મોડી રાત થઈ ગઈ હોવાથી કોઈ મેડિકલ ખુલ્લા ન હોય અને સરકારી હોસ્પીટલમાં દર્દીને તપસ્યા વગર દવા આપવાની ના પાડી દીધી.

ત્યારબાદ થોડીવાર બાદ પોલીસ સ્ટેશનમાં સીટી પીઆઇ જે.બી. કરમુર આવીને કોને દવાની જરૂર છે મારી પાસે દવા છે તેમ કહી લલિતભાઈને અગાસી પર લઈ જઈ હાથ, મોઢે, પીઠ, તેમજ માથામાં પટ્ટા વડે એટલો માર માર્યો કે પી.આઇ. પોતે હાંફી ગયા અને લલિતભાઈ પર થુંકી ત્યાં કોઈ વાહનની વ્હીલ પ્લેટ પડી હતી તે ઉપાડી ત્રણ વાર મારતા કાનમાંથી લોહી દળદળ વહેતુ થઇ ગયું. લલિતભાઈ લોહીલુહાણ થઈ જતા પોલીસે ફરી તેમના પુત્રને ફોન કરી તેમના પિતાને હોસ્પીટલે લઈ જવા જણાવતા દિલીપભાઈ પોલીસ સ્ટેશને આવીને પોલીસ સ્ટેશનથી લલિતભાઈને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પીટલે લઈ ગયેલ. ત્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસી તેઓને થયેલ ઇજાના કોઈ નિષ્ણાંત તબીબ હાલમાં ન હોવાથી રીફર નોટ આપી હતી.

આ દરમિયાન હોસ્પીટલથી પોલીસ સ્ટેશને જાણ કરતા પી.એસ.આઈ એન.વી. હરિયાણીએ હોસ્પીટલે પહોંચતા પીઆઇ કરમુરે માર માર્યો તેટલું નિવેદન નોંધાવતા તેમની તબિયત લથડતા પોતે વધુ સારવાર માટે રીફર થયા અને બાકીનું નિવેદન પછી નોંધાવશે તેમ લલિતભાઈએ જણાવ્યું હતું.

વધુમાં ફરિયાદી લલિતભાઈએ જણાવેલ કે, એલ.સીબી.એ જુગારની રેઇડ કરી હોવાથી પીઆઇએ તમામ આરોપીને એક દિવસ લોકઅપમાં બીજા દિવસે 151માં અને ત્રીજા દિવસે મામલતદારમાં રજૂ કરીને છોડવાના અને વેલું છૂટવું હોય તો પૈસા આપવા પડશે. જેથી બે લાખ એંસી હજાર રૂપિયા આપ્યા અને છોડવાનું કહેતા, આ તો જુગાર રમ્યા તેના ન મારવાના બીજા ત્રણ લાખ આપવાના તેમ કહેતા પોતાને બ્લડ પ્રેસર વધી ગયું હતું.

આ વીડિયો પણ જુઓ : સુરતની એલ.પી.સવાણી સ્કૂલની મનમાની

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો