સુરેન્દ્રનગર: આ મંદિરમાં જનાર દરેક ભક્તની ઈચ્છા તુરંત થાય છે પૂરી, ઘરે બેઠાં તમે પણ કરી લો દર્શન - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરેન્દ્રનગર: આ મંદિરમાં જનાર દરેક ભક્તની ઈચ્છા તુરંત થાય છે પૂરી, ઘરે બેઠાં તમે પણ કરી લો દર્શન

સુરેન્દ્રનગર: આ મંદિરમાં જનાર દરેક ભક્તની ઈચ્છા તુરંત થાય છે પૂરી, ઘરે બેઠાં તમે પણ કરી લો દર્શન

 | 9:47 am IST

સુરેન્દ્રનગર ખાતે આવેલું છે ચાર સદીઓ જુનું વિહત માતાનું મંદિર. અહીં મોટી સંખ્યામાં ભક્તો શક્તિના આ સ્વરૂપની આરાધના કરવા આવે છે. ચારસો વર્ષ જુના આ મંદિરનો ઈતિહાસ જેટલો ભવ્ય છે તેટલું જ જીવંત સ્વરૂપ છે માતા વિહતનું. આ પ્રાચીન મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન વિહત માતાની પ્રતિમા શ્યામ પાષાણમાંથી નિર્મિત છે. વરાહ પુરાણના 95માં શ્લોકમાં ઉલ્લેખ કરાયો છે કે મહિષાસુરનો વધ માતા મહાલક્ષ્મી કમળના સ્થાને સિંહ પર સવાર થઈ વીસ ભૂજાઓ સાથે કરે છે. તેથી તેમને વિશભૂજેશ્વરી પણ કહેવાય છે. સ્થાનિકો વિહત માતાને ગામ માતા તરીકે પૂજે છે. વિહત માતાના આ સુંદર મંદિરમાં રામ સીતા, રાધા કૃષ્ણ અને હનુમાનજીની પણ સ્થાપના કરાઈ છે. માન્યતા છે કે અહીં આવનાર કોઈપણ ભક્ત ખાલી હાથ પરત નથી ફરતો. માતા તેની મનની મુરાદ અચૂક પૂરી કરે છે.