નાગરિક ઉડ્ડયન મંત્રાલય જેટ એરવેઝના ખિસ્સામાં - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • નાગરિક ઉડ્ડયન મંત્રાલય જેટ એરવેઝના ખિસ્સામાં

નાગરિક ઉડ્ડયન મંત્રાલય જેટ એરવેઝના ખિસ્સામાં

 | 5:11 am IST

વિચારસેતુ :-  વિનીત નારાયણ

આ જ કોલમમાં વર્ષ ૨૦૧૫માં હું લખી ચૂક્યો છું કે ‘જેટ એરવેઝ’કઈ રીતે ભારત સરકારને પોતાની આંગળીઓ પર નચાવીને પ્રવાસીઓના જીવન સાથે રમત અને દેશ સાથે ગદ્દારી કરી રહી છે. અમારી તમામ ફરિયાદ પુરાવા સાથે સીબીઆઇના કાર્યલયમાં વર્ષ ૨૦૧૫થી ધૂળ ખાઈ રહી છે. ભારત સરકારના ગૃહમંત્રાલયે પણ જેટ એરવેઝના અપરાધો પર પરદા નાખેલું હતું. દિલ્હી વડી અદાલતે જ્યારે ગૃહમંત્રાલયને આદેશ આપ્યા ત્યારે ખૂબ મુશ્કેલીથી તેણે એ જણાવ્યું કે જેટ એરવેઝનો વિદેશી મૂળનો સીઓઓઃ સીઈઓ કેપ્ટન હામિદ અલી સરકારની સુરક્ષા સંબધી મંજૂરી લીધા વિના જ સાત વર્ષ સુધી એરલાઈન્સનું સંચાલન કરતો રહ્યો. અમે વારંવાર આરટીઆઇ પ્રશ્નો કરતાં, ભારત સરકારનું ગૃહમંત્રાલય તે જુઠ્ઠં બોલતું રહ્યું કે ,’આ પ્રશ્નનો ઉત્તર આપવો સુરક્ષા દૃષ્ટિથી સંભવ નથી.’ અદાલતે ઠપકો આપ્યા પછી જ સરકાર મૂર્ચ્છામાંથી જાગી.

તે રીતે જ ભારત સરકારનું નાગરિક ઉડ્ડયનમંત્રાલય પણ જેટ એરવેઝના અપરાધોને છુપાવવાના કામે લાગેલું રહ્યું છે. જ્યારે અમારા ‘કાળચક્ર સમાચાર બ્યૂરો’એ પર્દાફાશ કર્યો , તો જેટ એરવેઝને પોતાના ૧૩૧ પાઇલટ્સ જમીન પર ઉતારી દેવા પડયા કેમ કે તેઓ તેઓ કુશળતા પરીક્ષા પાસ કર્યા વિના જ વિમાન ઉડાડી રહ્યા હતા અને પ્રવાસીઓના જીવન સાથે રમત રમી રહ્યા હતા. કેમ કે જેટ એરવેઝના માલિક નરેશ ગોયલે હોંશિયારીથી પોતાના કાર્મચારીઓને ‘ડીજીસીએ’માં તહેનાત કરી રાખ્યા હતા. તે એજન્સી સમગ્ર ભારતનાં પાઇલટનું નિયંત્રણ કરે છે.’સૈંયા ભયે કોતવાલ, તો ડર કાહે કા’. પરિણામે જેટ એરવેઝના પાઇલટ્સ વિમાની પ્રવાસીઓના જીવન સાથે રમત રમતાં આવ્યા છે. તાજેતરમાં જ તેના બે પાઇલટ આકાશમાં વિમાનને છૂટું મૂકીને લડતાં-ઝગડતાં કોકપિટમાંથી બહાર આવી ગયા.

તુર્કી હવાઈ સીમામાં તેમનું વિમાન અચાનક ૫,૦૦૦ ફૂટ નીચે આવી ગયું , કેમ કે કોકપિટમાં એક પાઇલટ સૂઈ રહ્યો હતો બીજી પાઇલટ આઈપેડ પર ગેમ રમી રહી હતી. મોટી વિમાની દુર્ઘટના સર્જાતા રહી ગઈ. જર્મનીમાં પણ જેટ એરવેઝના પાઇલટ્સ સૂઈ જવાની ઘટનાએ હોબાળો સર્જયો હતો. યોગ્ય પ્રશિક્ષણ ના મેળવેલું હોવાથી જ ગોવામાં જેટ એરવેઝનું વિમાન રનવે પરથી લપસીને કિચડમાં ચાલ્યું ગયું હતું. લંડનમાં જેટ એરવેઝનું વિમાન એરપોર્ટની દીવાલને ટકરાતાં ટકરાતાં રહી ગયું. એમ્સ્ટર્ડમમાં તેના વિમાને રન વે પર ખોટી ગતિથી દોડીને પૂંછડીને ટક્કર મારીને તોડી નાખી. એ જ પ્રમાણે લંડન ખાતે વિમાન ખોટી દિશામાં વળી જતાં ત્યાં ઊભેલા અનેક વિમાનો સાથે ટકરાતાં રહી ગયું. હોંગકોંગ ખાતે જેટ એરવેઝના પાઇલટે એટલી ખતરનાક રીતે લેન્ડિંગ કર્યું કે દુર્ઘટના સર્જાશે જ. વિમાનમાં બેઠેલા તમામ પ્રવાસીઓના મુખમાંથી ચીસ નીકળી ગઈ હતી.

દિલ્હી વિમાની મથકે જેટ એરવેઝની એક વિમાન પરિચારિકા ૩.૫ કરોડના ગેરકાયદે વિદેશી ચલણ સાથે ઝડપાઈ ગઈ. અમે પહેલાં જ સીબીઆઇને તમામ દસ્તાવેજ આપી ચૂક્યા છીએ. સાબિત થાય છે કે જેટ એરવેઝનો માલિક નરેશ ગોયલ હજારો કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહ્યો છે. જેટ એરવેઝના પાઇલટ્સની આ નબળાઈઓ અને ભૂલો વિષે વીતેલા ચાર વર્ષથી અમે નાગરિક ઉડ્ડયનમંત્રાલયનાં સચિવ અને ડીજીસીએના મહાનિદેશકને લખી – લખીને ફરિયાદો મોકલતા રહ્યા છીએ. પરંતુ કદાચ અમારી કલમને બદલે નરેશ ગોયેલની લાંચની તાકાત કદાચ વધુ છે, જે મંત્રાલયોમાં કરોડો રૂપિયા વહેંચીને પોતાના તમામ અપરાધ પર પરદા નાખી દે છે.

નરેશ ગોયલના ડઝનબંધ અપરાધ પર જે ફરિયાદો અમે સીબીઆઇને વર્ષ ૨૦૧૫માં આપી છે, તેમાં અમે મૂકેલા તમામ આરોપના સમર્થનમાં ડઝનબંધ પુરાવા અને દસ્તાવેજો પણ આપ્યા છે. પરંતુ લાગે છે કે ‘જૈન હવાલાકાંડ’ની જેમ જ આ કેસમાં પણ સીબીઆઇના અત્યારસુધીના નિદેશક રહેલા લોકો નરેશ ગોયલના નાણાંના પ્રભાવમાં છે , તેને કારણે જ કોઈ તપાસ આગળ ના વધી. મજબૂર થઈને ગયા સપ્તાહે મારે વડા પ્રધાનને સીધી લેખિત ફરિયાદ કરવી પડી. મેં તેમને કહ્યું છે કે ,’ તમે તો દેશવાસીઓને અપીલ કરી રહ્યા છો કે ભ્રષ્ટાચાર સામે લડો, પરંતુ તમારા આધીન નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અત્યારસુધીના તમામ પ્રધાન અને સચિવ તેમ જ ગૃહમંત્રાલયનાં અધિકારીઓ નરેશ ગોયેલનાં ગોટાળાને છુપાવવામાં લાગેલા છે.’ મેં વડા પ્રધાનને અપીલ કરી છે કે વિમાની પ્રવાસી અને દેશની સુરક્ષાના હિતમાં તેમણે આ કેસમાં કડક થઈને તપાસ કરાવવી જોઈએ. અમે આ તપાસમાં પૂરો સહયોગ આપવા તૈયાર છીએ. આશા છે કે પેલેસ્ટાઈનના પ્રવાસેથી પાછા ફરીને વડા પ્રધાન આ કેસને પ્રાથમિકતા આપીને ધ્યાન આપશે અને સીબીઆઇનાં નિયામકને પૂછશે કે તેઓ આજ સુધી તેને દબાવીને શા માટે બેઠા છે?

મોટી દુઃખની વાત છે કે આટલી વાર અદાલતનો ઠપકો મેળવ્યા પછી પણ સીબીઆઈ કાર્યપ્રણાલીમાં કોઈ ફેર નથી પડયો. તેના કબ્રસ્તાનમાં આજે પણ ડઝનબંધ મોટા ગોટાળા દફનાવાઈ ચૂક્યા છે, કે જેની તપાસ કરવામાં સીબીઆઇની ઇચ્છા હોય તેવું દેખાતું નથી. આ ચિંતા અને દુઃખની વાત છે. વડા પ્રધાને તેના પર ધ્યાન આપવું જોઈએ. હવાલા કાંડમાં પણ સીબીઆઇમાં ત્યારે હલચલ મચી હતી કે જ્યારે મેં ૧૯૯૩માં સર્વોચ્ચ ન્યાયાલયના દ્વાર ખટખટાવ્યા હતા. જોઈએ આ વખતે શું થાય છે?

;