સિવિલ ઓફેન્સિસ ઘટાડવા કંપની ધારામાં સુધારો કરાશે - Sandesh
  • Home
  • Budget
  • સિવિલ ઓફેન્સિસ ઘટાડવા કંપની ધારામાં સુધારો કરાશે

સિવિલ ઓફેન્સિસ ઘટાડવા કંપની ધારામાં સુધારો કરાશે

 | 5:49 am IST

બજેટમાં સિવિલ ઓફેન્સિસ ઘટાડવા અને ક્રિમિનલ જવાબદારીઓ દૂર કરવા માટે કંપની ધારામાં સુધારો કરવાની ભલામણ કરી છે. કરદાતાઓને કરવામાં હેરાનગતિને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. આવકવેરા વિભાગ દ્વારા કરદાતા ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરાશે. ટેક્સને લગતી મુશ્કેલીઓ અને હેરાનગતિઓ દૂર કરવા માટે ટેક્સપેયર્સ ચાર્ટર વહેલામાં વહેલી તકે જાહેર કરીને તેનો અમલ કરાશે. કરચોરી રોકવા અને કરદાતાઓ પ્રમાણિકતાપૂર્વક ટેક્સ ચૂકવે તે માટે ક્રિમિનલ જવાબદારીઓ દૂર કરવા સીંગલ વિન્ડો સુવિધા દાખલ કરાશ. જે સિવિલ ઓફેન્સિસ દૂર કરવાનાં છે તેમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ભંગ કરવાનાં ગુના તેમજ રિટર્ન ફાઈલ ન કરવાનાં ગુનાનો સમાવેશ થાય છે.

PTA પરની એન્ટિ- ડમ્પિંગ ડયૂટી રદ કરાઇ

ટેક્સટાઈલ ફાઈબર્સ અને યાર્ન્સના ઉત્પાદન માટે પીટીએ મહત્ત્વનું રોમટીરીયલ – ફીડ સ્ટોક છે. પીટીએ સ્પર્ધાત્મક ભાવે સરળતાથી મળે છે અને તેના પરિણામે ટેક્સટાઈલ  સેક્ટરમાં રોજગારીની વ્યાપક તકોનું સર્જન થઈ શકે છે. જેને  ધ્યાનમાં લઈને પીટીએ પરની એન્ટિ- ડમ્પિંગ ડયૂટી રદ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં કરાયો છે. તમાકુ પ્રોડક્ટસ પર નેશનલ કેલેમિટી કન્ટિન્જન્ટ ડયૂટી

સુધારો

  • સિવિલ ઓફેન્સિસમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ભંગ કરવાનાં ગુના તેમજ રિટર્ન ફાઈલ ન કરવાનાં ગુનાનો સમાવેશ થાય છે
  • દેશમાં ટેક્સપેયર્સ ચાર્ટર વહેલામાં વહેલી તકે જાહેર કરીને તેનો અમલ કરાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;