Gujarat: CJ Chawda Against Amit Shah At Gandhinagar Loksabha Seat
  • Home
  • Election 2019
  • ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે કોંગ્રેસ ઉભા રાખશે આ કદાવર નેતાને

ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે કોંગ્રેસ ઉભા રાખશે આ કદાવર નેતાને

 | 3:52 pm IST

ગઇ કાલે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધુ છે. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. ત્યારે કોંગ્રેસે પણ પોતાના સંભવિત ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી નાંખ્યું છે. જેમા સી.જે ચાવડા પણ લકસભાની ચૂંટણી લડશે. જેમાં મહદઅંશે માનવામાં આવી રહ્યું છે કે, સી.જે ચાવડા કે જેઓ ગાંધીનગર બેઠક પરથી ધારાસભ્ય છે તેઓ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડશે.

વર્ષ 1989થી ગાંધીનગર બેઠક ભાજપાનો અજેય ગઢ ગણાય છે, કારણ કે હત 6 ટર્મથી આ લોકસભા સીટ પર ભાજપા જીતી રહી છે.ત્યારે સી.જે ચાવડા માટે ગાંધીનગર બેઠક લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. ત્યારે આ વિશે વાતચીત કરતા તેમણે કહ્યું કે, ગાંધીનગર બેઠક પર કોંગ્રેસવતી હું જ લડીશ. અમિત શાહના આવવાથી કોંગ્રેસને કોઈ ફેર નહિ પડે. ભાજપની સલામત બેઠક પર રાષ્ટ્રીય અધ્યક્ષને મેદાનમાં આવવું પડે છે તે જ કહે છે કે ભાજપની આજે ગુજરાતની કફોડી હાલત છે.

ગાંધીનગર લોકસભા પર અમિત શાહ સામે સી.જે ચાવડાની ટક્કર થવાની શક્યતા છે. કોગ્રેસ વતી ગાંધીનગર બેઠક માટે સીજે ચાવડા નામની જાહેરાત આજે સાંજે કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, અમિત શાહ જેવા દિગ્ગજ નેતા સીજે ચાવડા આવતાં જંગ એક તરફી બની રહેશે તેવું માનવામં આવી રહ્યું છે.

ગાંધીનગર લોકસભા સીટ પર અમિત શાહને ટિકિટ આપતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 23મી એપ્રિલના રોજ લોકસભાનુ ઇલેક્શન યોજાનાર છે ત્યારે લાલકૃષ્ણ અડવાણીના સ્થાને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આમ જનતામાં હર્ષની લાગણી જોવા મળી હતી. લોકોએ આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષે કોંગ્રેસ દ્વારા મજબુત દાવેદાર ઉતારવામાં આવે તો પણ અમિત શાહની જીત પાક્કી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન