CJI Gogoi Decision Overrules 3 Judge Bench Order in Surprising Ayodhya Case
  • Home
  • Featured
  • અયોધ્યા કેસમાં CJI ગોગોઇએ લીધો ઐતિહાસિક ચુકાદો, ત્રણ જજોની બેંચના નિર્ણયને પલટ્યો

અયોધ્યા કેસમાં CJI ગોગોઇએ લીધો ઐતિહાસિક ચુકાદો, ત્રણ જજોની બેંચના નિર્ણયને પલટ્યો

 | 8:00 pm IST

ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ રામ જન્મભૂમિ-બાબરી કેસમાં સંવૈધાનિક પીઠ બનાવવાનો નિર્ણય ઘણો ચોંકાવનારો છે. સાથે આ નિર્ણય પોતાની તરફથી લેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં આવું પહેલા ક્યારેય નથી થયું, જ્યાં ન્યાયાધીશના પ્રશાસનિક આદેશ પર એક સંવૈધાનિક પીઠની રચના થઇ છે અને તેના માટે ના તો કોઇ નાની બેંચે સલાહ આપી અને ના તો એવા કોઇ સવાલ સામે આવ્યો કે જેનાથી આ પ્રકારની બેંચની જરૂરિયાત મહેસૂસ થઇ હોય.

જસ્ટિસ ગોગોઇના આદેશ એટલા માટે અનોખો છે, કારણ કે, તેનાતી આ કેસમાં ત્રણ જજોની બેંચના તે આદેશને પણ કેન્સલ કરી દીધો, જેમાં સંવૈધાનિક પીઠની માંગણીને નકારી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ મંગળવારે સાંજે એક નોટિસ જાહેર કરી. જેમાં કહેવામાં આવ્યું છે કે રામ જન્મભૂમિ કેસની સૂનાવણી 10 જાન્યુઆરીથી પાંચ જજોની સંવૈધાનિક પીઠ કરશે. આ પીઠમાં મુખ્ય ન્યાયાધીશ ગોગોઇ, જસ્ટિસ એસ બોબડે, એનવી રમના, ઉદય યૂ લલિત અને ડીવાઇ ચંદ્રચૂડનો સમાવેશ થશે.

ગત વર્ષ સપ્ટેમ્બરમાં ત્રણ જજોની બેંચે પોતાના આદેશમાં કહ્યું હતું કે, રામ જન્મભૂમિ-બાબરી કેસને સંવૈધાનિક પીઠ પાસે મોકલવાની કોઇ જરૂર નથી. 2-1ના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, આ કેસને પુરી રીતે જમીન વિવાદની જેમ સુનાવણી કરવામાં આવશે. આ પ્રકારનો કેસ મુખ્ય ન્યાયાધીશ ગોગોઇની અધ્યક્ષતાવાળી બેંચની સામે બે વખત આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટનો નિયમ 2013 હેઠળ મુખ્ય ન્યાયાધીશની પાસે આ અધિકાર હોય છે કે તે કોઇ પણ કેસ, અપીલની સુનાવણી માટે બે અથવા તેનાથી વધુ જજોની બેંચ બનાવી શકે છે. સુપ્રીમ કોર્ટની હેંડબુકમાં પણ કહેવામાં આવ્યું છે કે કોઇ પણ મામલાની સુનાવણી માટે પાંચ અથવા તેનાથી વધુ જજોની બેંચ બનાવવાનો અધિકાર ચીફ જસ્ટિસની પાસે હોય છે.

પરંતુ અત્યાર સુધી કોઇ મુખ્ય ન્યાયાધીશે પોતાની તાકાતને આ પ્રકારે ઉપયોગ કર્યો નહોતો, જ્યારે સંવૈધાનિક પીઠની માંગણને નકારી દેવામાં આવી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન