CJI meet UP Chief Secretary, DGP officials today ahead of Ayodhya verdict
  • Home
  • Featured
  • અયોધ્યા કેસ પર ગમે તે ઘડીએ ચુકાદો, CJIએ UPના DGPને આજે તાબડતોડ બોલાવ્યા

અયોધ્યા કેસ પર ગમે તે ઘડીએ ચુકાદો, CJIએ UPના DGPને આજે તાબડતોડ બોલાવ્યા

 | 10:27 am IST

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો હવે ગમે તે ઘડીએ આવવાની શકયતા છે. એવામાં ઉત્તર પ્રદેશ અને ખાસ કરીને અયોધ્યમાં ખાસ એલર્ટ અપાયુ છે. યુપીના ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે પોલીસે અંદાજે 1659 લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડશે તો ઇન્ટરનેટ સર્વિસીસ સસ્પેન્ડ પણ કરી શકે છે. આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આજે બપોરે 12 વાગ્યે યુપીના ડીજીપી અને મુખ્ય સચિવને બોલાવ્યા છે. આ દરમ્યાન અયોધ્યામાં સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા થશે.

બીજીબાજુ ડીજીપીએ કહ્યું કે પોલીસ ફોર્સને સ્પષ્ટ સંદેશ છે કે દરેક કિંમત પર શાંતિ યથાવત રહેવી જોઇએ. અમે ચાલીને પેટ્રોલિંગ કરી રહ્યા છીએ. જિલ્લાધિકારી ધર્મગુરૂઓની સાથે બેઠક કરી રહ્યા છે. અમે વીતેલા છેલ્લાં કેટલાંક દિવસોમાં અંદાજે 6000 શાંતિ વાર્તાઓ કરી છે અને 5800 ધર્મગુરૂઓને મળ્યા છીએ. અમે સેના અને વાયુસેનાના પણ સંપર્કમાં છીએ.

‘500 લોકોને મોકલ્યા જેલ, 10000 રડાર પર’

DGP ઓપી સિંહે કહ્યું કે અમારી રડાર પર અત્યાર સુધીમાં 10000 લોકો આવ્યા છે અને અમે તેમને સીઆરપીસીની અંતર્ગત નજરકેદ કર્યા છે, જેથી કરીને તેઓ શાંતિભંગ ના કરી શકે. તેમાંથી 500થી વધુ લોકોને જેલમાં મોકલી દીધા છે. ફીલ્ડ બાદ અમારું સૌથી વધુ ધ્યાન સોશિયલ મીડિયા પર છે અને તેના માટે ચોક્કસ એક ટીમને લગાવી છે. અત્યાર સુધીમાં એવા 1659 લોકોના એકાઉન્ટસ પર અમે નજર રાખી રહ્યા છીએ, જેનાથી સામાજિક સૌહાર્દ બગાડનાર પોસ્ટ કરી શકે છે.

‘જરૂર પડવા પર લગાવી શકે છે ઇન્ટરનેટ પર પ્રતિબંધ’

ડીજીપીએ કહ્યું કે જો અમને જરૂર પડશે તો ચોક્કસ ઇન્ટરનેટ સસ્પેંડ કરી શકીએ છીએ. પરંતુ અત્યાર સુધી કોઇ એવી જરૂર પડી નથી. તેમણે આગળ કહ્યું અમે અયોધ્યા સહિત કેટલીક સંવેદનશીલ જગ્યાઓની ઓળખ કરી છે અને તેની બેરેકેડિંગ કરી આવતા-જતા લોકોની શોધ કરી રહ્યા છીએ.

અફવાઓને રોકવી સૌથી મોટી પ્રાથમિકતા

ડીજીપી ઓપી સિંહે કહ્યું કે ભીડને કાબૂમાં લેવા અને અફવાઓને રોકવી અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. અમે કેન્દ્ર સાથે અર્ધસૈનિક બળોની માંગણી કરી અને અત્યાર સુધીમાં 40 કંપનીઓ અર્ધસૈનિક બળની અમને મળી ચૂકી છે. 70 કંપની બળ વધુ જોઇશે. આ કંપનીઓ પીએસી અને પોલીસ સિવાય તૈનાત રહેશે. તેમણે કહ્યું કે અયોધ્યામાં અત્યારે તહેવારોનો સમય છે. અત્યારે પંચકોશી પરિક્રમા ચાલી રહી છે. 10મી નવેમ્બરના રોજ ઇદ-એ-મિલાદ છે અને 11-13 નવેમ્બર સુધી કારતકી પૂનમનો મેળો છે. જ્યાં શ્રદ્ધાળુ સરયૂ નદીમાં સ્નાન કરશે. અમે બધી જ તૈયારીઓ કરી છે અને તમામ આયોજન શાંતિપૂર્વક ઉકેલીશું.

આ વીડિયો પણ જુઓ – અયોધ્યા મામલે ચુકાદા પહેલા એડવાઈઝરી જાહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન