CJI, Ranjan Gogoi, says in Supreme Court if requirement arises, I may visit Jammu and Kashmir
  • Home
  • Featured
  • ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની જબરદસ્ત મોટી ટિપ્પણી…તો હું જાતે જ જઇશ કાશ્મીર

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની જબરદસ્ત મોટી ટિપ્પણી…તો હું જાતે જ જઇશ કાશ્મીર

 | 2:03 pm IST

કલમ 370થી સંબંધિત એક અરજીની સુનવણી કરતાં ચીફ જસ્ટિસે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે રાજ્યમાં લોકો હાઇકોર્ટમાં અપીલ કરી શકયા નથી આ તો ગંભીર મુદ્દો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ ખુદ હાઇકોર્ટના જજથી ફોન પર વાત કરીશું અને સંતુષ્ટ નહીં થાય તો હું રૂબરૂ જઇ રાજ્યની મુલાકાત લઇશ.

અરજીકર્તાએ એવું તો શું કહ્યું?

બાળ અધિકારકાર્યકર્તા ઇનાક્ષી ગાંગુલીએ જમ્મુ-કાશ્મીરમાં જેલમાં બંધ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સંબંધિત એ કેસોની માહિતી માંગી જેમણે હાઇકોર્ટ કમિટી જોઇ રહ્યું છે. ચીફ જસ્ટિસે કહ્યું કે તેના માટે જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં અપીલ કરે. ઇનાક્ષીની તરફથી વરિષ્ઠ વકીલ ઇસેફા અહમદીએ કહ્યું કે આમ કરવું ખૂબ જ મુશ્કેલ છે. હાઇકોર્ટ સામાન્ય પ્રજાની પહોંચથી દૂર છે.


CJIએ કહ્યું- આ તો ગંભીર મામલો છે, જાતે જ મુલાકાત કરીશ

અરજીકર્તાના વકીલની આ ટિપ્પણી પર ચીફ જસ્ટિસે કહ્યું કે આ ખૂબ જ ગંભીર છે જો લોકો હાઇકોર્ટમાં પોતાની અપીલ કરી શકતા નથી. ચીફ જસ્ટિસે જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી રિપોર્ટ માંગ્યો. તેમાં તેમણે પૂછયું કે શું હાઇ કોર્ટ અપીલકર્તાઓની પહોંચમાં છે કે નહીં? ચીફ જસ્ટિસે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. હું ખુદ ખાનગી રીતે ફોન પર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સાથે વાત કરીશ. જરૂર પડી તો રાજ્યની મુલાકાત પણ કરીશ. જો કે સીજીએઆઇ એ અરજીકર્તાને ચેતવણી પણ આપી અને કહ્યું કે જો તમારો દાવો ખોટો નીકળ્યો તો તેનું પરિણામ પણ તમારે ચૂકવવું પડશે.

કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં રાજ્યની સ્થિતિના રિપોર્ટનો નિર્દેશ

આપને જણાવી દઇએ કે આજે જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઇ દાખલ અલગ-અલગ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ, એસએ બોબડે અને જસ્ટિસ અબ્દુલ નજીકની બેન્ચે કેન્દ્ર સરકારના બે સપ્તાહમાં કાશ્મીરની આખી તસવીર સામે મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનને નિર્દેશ આપ્યો કે રાજ્યમાં ટૂંક સમયમાં જ સામાન્ય સ્થિતિ બનાવામાં આવે. કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતા સ્થિતિ સામાન્ય કરાય અને સ્કૂલો અને હોસ્પિટલોને ફરીથી શરૂ કરવામાં આવે. આ કેસની આગળની સુનવણી હવે 30મી સપ્ટેમ્બરના રોજ થશે. 

આ વીડિયો પણ જુઓ – જમ્મુ કાશ્મીર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન