CJM Court Gave Order to Register FIR Against Salman Khan
  • Home
  • Entertainment
  • Bollywood
  • હિંદૂઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને સલમાન સામે FIR દાખલ કરવા કૉર્ટનો આદેશ

હિંદૂઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને સલમાન સામે FIR દાખલ કરવા કૉર્ટનો આદેશ

 | 5:21 pm IST

બોલીવુડ અભિનેતા સલમાન ખાન એકવાર ફરી કાનૂની અડચણોમાં ફસાઇ ગયો છે. મુજફ્ફરપુરની CJM કૉર્ટે સલમાન ખાન સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. સલમાન ખાન પર હિંદૂઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

6 સપ્ટેમ્બરે સ્થાનીય વકીલ સુધીર ઓઝાએ સલમાન ખાનનાં બેનર હેઠળ રીલીઝ થનારી ફિલ્મ ‘લવરાત્રિ’ને લઇને CJM કૉર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાનનાં પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મનું નામ હિંદૂઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે.

પોતાની ફરિયાદમાં સુધીર ઓઝાએ લખ્યું કે આ પ્રકારની ફિલ્મ બનાવીને તેમણે હિંદૂ સમાજને નીચો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એ પણ ત્યારે જ્યારે હિંદૂઓનો તહેવાર નવરાત્રિ શરૂ થવાનો છે. પિટિશનમાં ફિલ્મમાં અશ્લીલતા ફેલાવવા અને ભાવનાઓને છેસ પહોંચાડવાનું કહેવામાં આવ્યું છે. હવે આ મામલે સુનાવણી કરતા મુpફ્ફરપુર CJM કૉર્ટે સલમાન ખાન સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે.