CK Khanna Gave Statement On India's Defeat In Semi Final
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયાની હાર પર સામે આવી BCCIની પ્રતિક્રિયા, કાર્યકારી અધ્યક્ષે આપ્યું મહત્વનું નિવેદન

ટીમ ઇન્ડિયાની હાર પર સામે આવી BCCIની પ્રતિક્રિયા, કાર્યકારી અધ્યક્ષે આપ્યું મહત્વનું નિવેદન

 | 7:33 pm IST

આઈસીસી વિશ્વ કપ 2019ની સેમિ-ફાઇનલમાંથી બહાર થવા છતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડનાં કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાએ રાષ્ટ્રિય ટીમનાં પ્રદર્શનની પ્રશંસા કરી છે. સીકે ખન્નાએ એક નિવેદનમાં કહ્યું કે, “આ એક મુશ્કેલ મેચ હતી અને મને લાગે છે કે આપણા ખેલાડીઓએ ઘણી મહેત કરી. કોઈ પણ મેચ હારવા નથી ઇચ્છતુ. દરેક ખેલાડીએ પોતાના તરફથી સંપૂર્ણ પ્રયત્ન કર્યો, પરંતુ આપણો દિવસ નહોતો.”

ભારતીય ટીમે લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું

ભારતે બુધવારનાં પહેલી સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનાં હાથે 18 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો અને વિશ્વ કપમાંથી બહાર થવું પડ્યું. સીકે ખન્નાએ કહ્યું, “વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું. મને વિશ્વાસ છે કે અમારી ટીમ વધારે મહેનત કરશે અને ભવિષ્યમાં વધારે સફળતા મેળવશે. ન્યૂઝીલેન્ડની ટીમને અભિનંદન. હું તેમને શુભકામનાઓ આપું છું.”

કોહલીએ કહ્યું હતુ કે, ‘અમે સંપૂર્ણ પ્રયત્ન કર્યો’

મેચ બાદ ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટ કર્યું અને કહ્યું કે, ‘સૌથી પહેલા હું તમામ પ્રશંસકોનો આભાર માનવા ઇચ્છુ છું, જેઓ ટીમને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા. તમે આ ટૂર્નામેન્ટને અમારા બધા માટે યાદગાર બનાવી અને અમે આ પ્રેમને અનુભવ્યો જે તમે અમને આપ્યો. અમે બધા નિરાશ છીએ અને અમને પણ તેવું જ થઇ રહ્યું છે જેવું તમને. અમે અમારી 100 ટકા રમત દર્શાવી. જય હિન્દ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન