13 મેએ ત્રીજું વિશ્વયુદ્ધ થશે, જાણી લો કોણે કરી ગભરાવી દે તેવી આગાહી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • 13 મેએ ત્રીજું વિશ્વયુદ્ધ થશે, જાણી લો કોણે કરી ગભરાવી દે તેવી આગાહી

13 મેએ ત્રીજું વિશ્વયુદ્ધ થશે, જાણી લો કોણે કરી ગભરાવી દે તેવી આગાહી

 | 6:52 pm IST

રશિયા, અમેરિકા અને સીરિયા વચ્ચે સતત વધી રહેલા તણાવને પગલે વિશ્વભરમાં લોકો હવે પરમાણુયુદ્ધની શંકાથી ડરી ગયાં છે, તેવામાં જે વ્યક્તિએ ડોનાલ્ડ ટ્રમ્પના જીતવાની ભવિષ્યવાણી કરી હતી તે વ્યક્તિએ જ હવે ત્રીજું વિશ્વયુદ્ધ શરૃ થવાની ચોક્કસ તારીખ બતાવી છે. લોકો માટે એ આંચકાજનક છે પણ ક્લેયરવાઇન્ટ હોરોસિઓ વિલગેસ મુજબ દુનિયા આ ભયાવહ ત્રીજા વિશ્વયુદ્ધની અણી ઉપર ઊભી છે. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ વિલગેસે ૨૦૧૫માં ડોનાલ્ડ ટ્રમ્પના જીતવાની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ હશે.

૧૩ મેથી ૧૩ ઓક્ટોબર વચ્ચે ત્રીજું વિશ્વયુદ્ધ
ઇન્ડિયા ટાઇમ્સના રિપોર્ટ મુજબ વિલગેસે જણાવ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ ૧૩ મેથી શરૃ થશે. તેમણે વધુ કહ્યું કે વિશ્વનેતા સીરિયા પર હુમલો કરશે જે કેમિકલ હુમલાનાં સ્વરૃપમાં હશે અને તેનાથી રશિયા, ઉત્તર કોરિયા અને ચીન વચ્ચે સંઘર્ષનાં મંડાણ થશે. વિલગેસનાં નિવેદન મુજબ ૧૩ મેથી ૧૩ ઓક્ટોબર ૨૦૧૭ વચ્ચે ત્રીજું વિશ્વયુદ્ધ થશે અને તેમાં સૌથી વધુ પ્રમાણમાં ખુવારી અને મોત થશે. વિલગેસે નોસ્ટ્રાડેમસ દ્વારા કરવામાં આવેલ ભવિષ્યવાણીને સમર્થન આપ્યું છે. નોસ્ટ્રાડેમસે કહ્યું હતું કે મેબસ જલદી મરી જશે અને એક સાથે સેંકડો શક્તિઓ ટકરાશે, જેમાં લોકો અને જનાવરોનો નાશ થશે.

ખોટી માહિતીને આધારે હુમલા થશે
વિલગેસ અનુસાર મેબસ આપણા સમયમાં સીરિયાના રાષ્ટ્રપતિ અસદ છે અને તેમનું બોમ્બવિસ્ફોટમાં મોત થશે બાદમાં યુદ્ધ વધુ ભયાનક બનશે. વિલગેસની ભવિષ્યવાણી મુજબ ૧૩ એપ્રિલથી ૧૩ મે વચ્ચે ખૂબ જ વિનાશકારી અને ખોટી માહિતીને આધારે હુમલાના સમાચારો આવશે. આ હુમલામાં ઉત્તર કોરિયા અને સીરિયાને સામેલ કરવામાં આવશે.