તીક્ષ્ય હથિયારો લઈને એકબીજા પર તૂટી પડ્યા બે જૂથ, કારણ હતુ એક ‘લગ્ન’ - Sandesh
  • Home
  • Baroda
  • તીક્ષ્ય હથિયારો લઈને એકબીજા પર તૂટી પડ્યા બે જૂથ, કારણ હતુ એક ‘લગ્ન’

તીક્ષ્ય હથિયારો લઈને એકબીજા પર તૂટી પડ્યા બે જૂથ, કારણ હતુ એક ‘લગ્ન’

 | 12:10 pm IST

પાદરાનાં રણુ ગામે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો, જેમાં 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. રણુ ગામે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જોકે, આ અથડામણ એક લગ્ન બાબતે થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રણુ ગામે એક જ્ઞાતિનાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. લગ્ન કરીને ભાગેલુ યુગલ ગામમાં પરત આવતા એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મામલો બિચક્યો હતો. અને જોત જોતામાં તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. તીક્ષ્ણ હથિયારો સાથે લઈને બંને જૂથ સામસામે આવ્યા હતા. જેમાં 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. જેમાંથી એક વ્યક્તિને વધુ સારવાર માટે વડોદરા ખસેડાઈ હતી. હાલ બંને પક્ષો દ્વારા પાદરા પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.