Clash over issue of bogus voting in the Gujarat
  • Home
  • Gujarat
  • રાજ્યમાં બોગસ મતદાનના મુદ્દે અથડામણનો એક બનાવ, ભાજપ કાર્યકરને ઇજા

રાજ્યમાં બોગસ મતદાનના મુદ્દે અથડામણનો એક બનાવ, ભાજપ કાર્યકરને ઇજા

 | 9:43 pm IST

ફતેપુરા તાલુકાના ધાણીખૂંટમાં મતદાન દરમિયાન બોગસ મતદાન થયુ હોવાનું વિરોધ એજન્ટ દ્વારા કરાતા મતદાન કેન્દ્રની આગળ ભાજપ- કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ભાજપના કાર્યકર્તાને માથામાં લાકડી વાગી જતા સુખસર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. 900 થી વધુનુ મતદાન હોવા છતાં કેન્દ્ર પર માત્ર એક મહિલા કોન્સ્ટેબલ અને એક જીઆરડી જવાન બંદોબસ્ત માટે મુકાયા હત.

ફતેપુરા તાલુકામા શાંતિપૂર્ણ વાતાવરણમાં સાંજ સુધી મતદાન ચાલુ રહ્યુ હતું. અમુક જગ્યાએ માત્ર બોલાચાલીના બનાવ બન્યા હતા. જયારે ધાણીખૂંટ ગામે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા બોગસ મતદાન કરાતા હોવાનો આક્ષેપ ભાજપના એજન્ટ દ્વારા કરાયો હતો. જે બાબતને લઇ મતદાન કેન્દ્ર બહાર બંને પક્ષોના ટોળા વચ્ચે બોલાચાલી થઇ હતી અને બાદ મારામારીમાં ભાજપના એક કાર્યકર્તાને માથમાં લાકડી વાગી જતા ગંભીર ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્તને સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જવાયો હતો. ધાણીખૂંટમાં એક મતદાન કેન્દ્ર છે. જેમાં 900 થી વધુ મતદારોનો સમાવેશ છે. જયારે આ કેન્દ્ર પર માત્ર એક ખેલાડી મહિલા કોન્સ્ટેબલ અને એક જીઆરડી બંદોબસ્ત માટે મુકાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો વચ્ચે અથડામણમાં તેઓ કશું કરી શક્યા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન