Clashes between BJP and Congress workers in Pratapgarh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • UPમાં BJP અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી

UPમાં BJP અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી

 | 6:32 pm IST
  • Share

  • બીજેપી કાર્યકર્તાઓએ નારેબાજી કરતા મામલો ઉગ્ર બન્યો
  • બન્ને પાર્ટીના નેતાઓએ એકબીજા પર મારપીટનો આરોપ લગાવ્યો

ઉત્તર પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે સામે આવી ગયા છે. જેમા છૂટાહાથની મારામારી થઈ જેને લઈને અનેક કાર્યકર્તા ઘાયલ થયાના સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે પ્રતાપગઢના સાંગીપુર વિકાસ ખંડમાં એક કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંગમલાલ ગુપ્તાના પાર્ટી કાર્યકર્તા અને કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે મારપીટ થઈ છે.

આરોપ છે કે, કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકરોને દોડાવી દોડાવીને માર માર્યો છે. આ ઉપરાંત સાંસદ સંગમલાલ ગુપ્તાની કેટલીક ગાડીઓમાં પથ્થરમારો અને લાકડીઓ વડે નુકશાન પણ કરવામાં આવ્યું છે. મારપીટની આ ઘટનામાં ઘણા કાર્યકર્તા અને પોલીસના જવાનો ઘાયલ થયાના સમાચાર છે.

આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર સાંગીપુર વિકાસ ખંડમાં આયોજિત આરોગ્ય મેળામાં બીજેપી સાંસદના પહોંચ્યા ત્યારે હંગામો થયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી અને ધારાસભ્ય આરાધના મિશ્ર મોના પહોંચ્યા હતા. પરંતુ કોંગ્રેસ અને બીજેપી કાર્યકર્તા વચ્ચે મારપીટ થતા અફરાતફરી મચી ગઈ હતી.

આ મારામારીમાં સાંસદ સંગમલાલ ગુપ્તા માંડ માંડ બચ્યા હતા. આ ઘટના અંગે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે, ભાજપ સરકારમાં જે રીતે ખુલ્લે આમ હિંસાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેનું નુકશાન તેના સાંસદ અને ધારાસભ્યોને જ ભોગવવું પડી રહ્યું છે. તેઓ પોતાના જનપ્રતિનિધિઓને પણ સરંક્ષણ નથી આપી શકતા. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. જનઆક્રોશનું હિંસક થવું સારૂ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો