કાશ્મીર: 29માં દિવસે પણ હિંસા જારી, અત્યાર સુધી 54ના મોત, 6000 ઈજાગ્રસ્ત - Sandesh
  • Home
  • India
  • કાશ્મીર: 29માં દિવસે પણ હિંસા જારી, અત્યાર સુધી 54ના મોત, 6000 ઈજાગ્રસ્ત

કાશ્મીર: 29માં દિવસે પણ હિંસા જારી, અત્યાર સુધી 54ના મોત, 6000 ઈજાગ્રસ્ત

 | 2:32 pm IST
  • Share

હિજબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીના એનકાઉન્ટર બાદ કાશ્મીરમાં ભડકી ઉઠેલી હિંસા શાંત થવાનું નામ જ નથી લેતી. કાશ્મીરના અનેક વિસ્તારોમાં કરફ્યું ચાલુ હોવા છતાં દક્ષિણ કાશ્મીરના અનંતનાગ અને શોપિયા જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે આજે પણ તણાવ જોવા મળ્યો. ઘાટીમાં સતત 29માં દિવસે પણ જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું. હાલ હિંસામાં 21 લોકોના ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે.

આ અગાઉ શુક્રવારે રાત્રે કાશ્મીરમાં થયેલી ઝડપમાં ત્રણ નાગરિકોના મોત નિપજ્યાં છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે. કાશ્મીરમાં અત્યાર સુધી મૃત્યુઆંક 54 પર પહોંચ્યો છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કાશ્મીરની પરિસ્થિતિને લઈને કેન્દ્ર અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે કાશ્મીરમાં પરિસ્થિતિ સુધરી રહી છે જ્યારે અહીં દુખદ પરિસ્થિતિ છે.

પોલીસના એક અધિકારીના જણાવ્યાં મુજબ અનંતનાગના ચીમાં પ્રદર્શનકારીઓની એક રેલીના આયોજન દરમિયાન થયેલી હિંસામાં 21 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ ભીડને નિયંત્રિત કરવાના અને વેરવિખેર કરવા માટે અનેક ઉપાય અજમાવ્યાં હતાં. પ્રદર્શનકારીઓએ શોપિયા સ્થિત હરપોરામાં એક પોલીસ ચોકી ઉપર પથ્થરમારો પણ કર્યો પરંતુ આ ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલન નથી.

પોલીસના જણાવ્યાં મુજબ શ્રીનગરના છ પોલીસ સ્ટેશન અંતર્ગતના વિસ્તારો નૌહટ્ટા, ખાનયાર, રૈનાવાડી, સફાકાદળ, મહારાજગંજ અને બટમાલુમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરક્ષા કારણોસર કરફ્યું જારી રહેશે. કાશ્મીરમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન 54 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 6000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 8 જુલાઈના રોજ હિજબુલના કમાન્ડર બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદથી અહીની પરિસ્થિતિ વિકટ બની છે. આજે પણ અહીં શાળા, કોલેજો, વ્યવસાયિક પ્રતિષ્ઠાનો, પેટ્રોલ પંપ, બેંક અને અન્ય પ્રાઈવેટ ઓફિસો બંધ રહ્યાં છે.

કાશ્મીરમાં હાલ મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ બહાલ કરાઈ નથી. આ ઉપરાંત ઘાટીમાં પ્રીપેડ કનેક્શનોની આઉટગોઈંગ સુવિધા પણ બંધ કરી દેવાઈ છે. આ દરમિયાન અલગાવવાદીઓએ બંધની સમયમર્યાદા વધારીને 12 ઓગસ્ટ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો