મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથે સુરત કમિશનર ઓફિસ બહાર ઝપાઝપી, મીડિયા સાથે ગેરવર્તણુક - Sandesh
  • Home
  • Featured
  • મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથે સુરત કમિશનર ઓફિસ બહાર ઝપાઝપી, મીડિયા સાથે ગેરવર્તણુક

મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથે સુરત કમિશનર ઓફિસ બહાર ઝપાઝપી, મીડિયા સાથે ગેરવર્તણુક

 | 5:59 pm IST

સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચેનો વિવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણે કે સોશિયલ મીડિયા પર મહિલા પોલીસકર્મી સુનિતા યાદવને જબરદસ્ત સપોર્ટ મળી રહ્યો છે અને આ સંદર્ભે ટ્વિટર પર #i_support_sunita_yadav હેશટેગ ટ્રેન્ડિંગ કરી રહ્યું છે. માહિતી મુજબ આ લખાય ત્યાં સુધી 33 હજારથી વધુ લોકો સુનિતાના સપોર્ટમાં ટ્વિટ કરી ચૂક્યા છે.

હાલમાં સુનિતા યાદવ સુરતની કમિશ્નર કચેરીએ પહોંચી હતી, જ્યાં તેની સાથે પોલીસ અને સુનિતા યાદવ સાથે ઘર્ષણ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુનિતા પોતે સીપી ઓફિસ નિવેદન આપવા માટે પહોંચી હતી. જ્યાં તેની સાથે ધક્કામૂકી થઇ હતી. સુનિતાની સાથે બળજબરી પણ કરવામાં આવી હતી અને તેને બળજબરી પૂર્વક અંદર લઇ જવામાં આવી હતી. આ દરમિયાન સુનિતાને મીડિયા સાથે વાતચીત કરવાથી અટકાવવામા આવી હતી. જો કે સીપી ઓફિસથી બહાર નીકળ્યા બાદ સુનિતા યાદવે મીડિયા સાથે ગેરવર્તણુક કરી હતી.

શું હતો આખા મામલો

તમને જણાવી દઇએ કે આ પહેલા સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી રાત્રી કર્ફ્યૂ દરમિયાન પોતાના પિતાની એમએલએ લખેલી કાર લઇ પોતાના મિત્રો સાથે બહાર ફરી રહ્યા હતા. આ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ સુનિયા યાદવે તેમની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તે જ સમયે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીએ પોતાના પિતાના હોદ્દાનો દુરપયોગ કર્યો હતો અને મહિલા કોન્સ્ટેબલને આડકતરી રીતે ધમકી આપી હતી તથા સુનિતાને તેના પર કોઇ કાયદેસરની કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું. જો કે, સુનિતાએ પ્રકાશને અટકાવ્યો હતો અને પોલીસના ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરી હતી અને તેમને પણ જણાવ્યું હતું કે આ વ્યક્તિ કર્ફ્યૂનો ભંગ કરી રહ્ય છે માટે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન સુનિતાએ વીડિયો પણ ઉતારી લીધો હતો અને પોતાના પોલીસ અધિકારી સાથે કરેલી વાતચીતનો ઓડિયો પણ રેકોર્ડ કરી લીધો હતો. હાલમાં આ બંન્ને (ઓડિયો અને વીડિયો) સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને લોકો સુનિતાને સપોર્ટ કરવા આગળ આવી રહ્યા છે

પ્રકાશ કાનાણી સહિત 6 સામે ફરિયાદ, 3ની અટકાયત:

મળતી માહિતી મુજબ આ મામલે હવે પ્રકાશ કાનાણી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. તેમની સામે સુરતના વરાછામાં ફરફ્યું ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે એવી માહિતી પણ મળી રહી છે કે આરોગ્ય મંત્રીના પુત્ર પ્રકાશ સહિત 3ની અટકાયત પણ કરવામાં આવી છે. ACPએ કહ્યું કે વીડિયોના આધારે તપાસ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આરોગ્ય મંત્રીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા પોલીસ સાથે રકઝકના વીડિયો વાયરલ થયા હતા.

વાયરલ વીડિયો મામલે પ્રકાશ કાનાણીનો ખુલાસો:

આ પહેલા વાયરલ વીડિયો મામલે પ્રકાશ કાનાણીએ પણ ખુલાસો કર્યો. પ્રકાશ કાનાણીએ જણાવ્યું કે,‘મારા સસરા હોસ્પિટલમાં દાખલ છે. મહિલા પોલીસે મારા મિત્રને હેરાન કર્યા હતા. મારા મિત્રનો ફોન આવ્યો એટલે હું ત્યાં ગયો હતો.’ ઉપરાંત, પ્રકાશ કાનાણીએ કહ્યું કે,‘મે મર્યાદામાં રહીને વાત કરી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન