Class One Officer a Airport Caught Taking Bribe at Surat in Gujarat
  • Home
  • Gujarat
  • સુરત: એરપોર્ટનાં ક્લાસ વન અધિકારીને ACBએ લાંચ લેતા ઝડપ્યા

સુરત: એરપોર્ટનાં ક્લાસ વન અધિકારીને ACBએ લાંચ લેતા ઝડપ્યા

 | 6:34 pm IST

સુરત એરપોર્ટના ક્લાસ-1 અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. જેમાં જોઈન્ટ જનરલ મેનેજર આર.આર.ગુપ્તા લાંચ લેતા ઝડપાયા છે. આર.આર.ગુપ્તાને રૂ.30 હજારની લાંચ લેતા ACBએ ઝડપ્યા છે. એન્યુઅલ મેન્ટેન્સ કોન્ટ્રાક્ટ બિલમાં ટકાવારીની માંગ કરી હતી.

સુરત એરપોર્ટમાં ક્લાસ વન અધિકારી રૂ.30 હજારની લાંચ લેતા ઝડપાયા છે. સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા જોઇન્ટ જનરલ મૅનેજર ( એન્જિનિયરિંગ-સિવિલ), રાધા રમણ ગુપ્તાને લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

આ કેસની વિગત એવી છે કે, આ કેસનાં ફરીયાદીને સુરત એરપોર્ટમાં એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાકટ ચાલતો હતો અને એના કુલ બિલની ટકાવારી પેટે આ કામના આરોપી લાંચની માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે સુરત એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો, અને ફરિયાદનાં આધારે આજ રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યુ હતું. આ છટકા દરમિયાન આરોપી આર.આર.ગુપ્તા રૂ.30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.