Classes and Gym were walking without approval in Surat
  • Home
  • Featured
  • તક્ષશિલા કોમ્પ્લેક્ષને લઈને સામે આવી ભયંકર બેદરકારી, ક્લાસીસ જ ગેરકાયદસર

તક્ષશિલા કોમ્પ્લેક્ષને લઈને સામે આવી ભયંકર બેદરકારી, ક્લાસીસ જ ગેરકાયદસર

 | 7:36 pm IST

સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં 20 વિદ્યાર્થીઓ જીવતા ભડથું થઈ ગયા છે. આ ઘટનાને લઈને ભયંકર બેદરકારી સામે આવી છે. સામે આવેલી માહિતી પ્રમાણે આખી બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ નહોતી.

જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે તક્ષશિલા આર્કેડ એપાર્ટમેન્ટમાં બિલ્ડીંગના ટોપ ફ્લોર પર જીમ અને ક્લાસીસ જ ગેરકાયદે રીતે ધમધમી રહ્યાં હતાં. એવી વાત પણ સામે આવી રહી છે કે, તક્ષશિલા આર્કેડ એપાર્ટમેન્ટનો આખે આખો ત્રીજો માળ જ ગેરકાયદેસર હતો. તો પછી તેમાં ધમધમી રહેલા ટ્યૂશન ક્લાસિસ અને જીમ પણ ગેરકાયદેસર જ હોય તે સ્વાભાવિક છે.

આ અગાઉ સુરત અને અમદાવાદમાં કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ બાદ ‘સંદેશ ન્યૂઝ’ વિભાગ દ્વારા રિયાલિટી ચેક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભયંકર બેદરકારી સામે આવી હતી. અનેક કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધાઓ જ ના હોવાનું સામે આવ્યું હતું. સંદેશ ન્યૂઝના આ ઓપરેશન બાદ સુરતનો ફાયર વિભાગ હરકતમાં આવ્યો હતો. આખી બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ નહીં. જેને લઈને ફાયર વિભાગ 4 માસ અગાઉ બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ આ દિશામાં કોમ્પ્લેક્ષ તરફથી કે તંત્ર તરફથી કોઈ જ પગલા ભરવામાં આવ્યા નહોતા. તો પછી સવાલ એ ઉભો થાય છે કે, શું ફાયરના નિયમોને તોડનારને માત્ર નોટિસ જ અપાય છે?

આ ઘટનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. પણ જો ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસને ગંભીરતાથી લેવામાં આવી હોત તો આજી આગ લાગવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓનો બચાવ થઈ શક્યો હોત.

આ વીડિયો પણ જુઓ

સુરતના કોમ્પ્લેક્ષમાં આગ, સુરત નગરપાલિકા શા માટે કોઈ પગલા લેતું નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન