claudemonet haystack painting record 110.7million dollar newyork auction
  • Home
  • Featured
  • તમે જોઈ ? દુનિયાની સૌથી મોંઘી 770 કરોડની 129 વર્ષ જૂની ફ્રેન્ચ પેઈન્ટરની આ પેઈન્ટીંગ

તમે જોઈ ? દુનિયાની સૌથી મોંઘી 770 કરોડની 129 વર્ષ જૂની ફ્રેન્ચ પેઈન્ટરની આ પેઈન્ટીંગ

 | 6:16 pm IST

ફ્રાંસના પ્રખ્યાત ચિત્રકાર ક્લોડ મોનેટની પેંઈન્ટીંગ “મ્યૂલ્સ”એ ન્યૂયોર્કની એક નિલામીમાં રેકોર્ડબ્રેક 110 કરોડ ડોલર (અંદાજીત 770 કરોડ રૂપિયા)માં વેંચાઈ. મોનેટે આ પેઈન્ટીંગ 1890-91માં બનાવી હતી. આ પેઈન્ટીંગ તેમની “હૈયસ્ટૈક્સ” સીરીઝનો એક ભાગ હતી.

આ લિસ્ટની 25 પેઈન્ટીંગમાં તેમણે ભૂસાના ઢગલાને જુદા જુદા મોસમ અને દિવસના અલગ – અલગ સમયમાં દેખાડ્યા છે. આમાંથી 17 પેઈન્ટીંગ ન્યુયોર્ક સ્થિત મેટ્રોપોલીટન મ્યુઝીયમ, શિકાગોના આર્ટ ઈન્ટીટ્યુટ અને પેરીસના આર્સ મ્યુઝીયમ સહિત ઘણી પ્રખ્યાત સંસ્થાઓ પાસે છે.  

“મ્યૂલ્સ પેંટીંગ” પહેલા શિકાગોના એક અમીર પરીવાર પાસે  હતી. જેઓએ 1890ની આસપાસ આને મોનેટના પ્રતિનિધી પાસેથી ખરીદી હતી. નીલામી ઘર સૂદબીના વિશેષજ્ઞોએ આ પેઈન્ટીંગને 5.5 કરોડ ડોલરમાં વેચાવાનું અનુમાન લગાડ્યું હતું. પરંતું નિલામી શરૂ થતાની સાથે જ થોડા જ સેંકેડમાં આ આંકડો પાર થઈ ગયો. આઠ મિનીટ લગાવાયેલી બોલી પછી આ પેઈન્ટીંગ 11 કરોડ ડોલરમાં વેંચાઈ, મોનેટની કોઈ પણ પેઈન્ટીંગ માટે આ સૌથી મોટી રકમ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન