રસોડાને સુંદર બનાવવા 'આ' વસ્તુઓ પર અચુક કરો સાફ-સફાઇ - Sandesh
  • Home
  • Lifestyle
  • રસોડાને સુંદર બનાવવા ‘આ’ વસ્તુઓ પર અચુક કરો સાફ-સફાઇ

રસોડાને સુંદર બનાવવા ‘આ’ વસ્તુઓ પર અચુક કરો સાફ-સફાઇ

 | 1:54 pm IST

રસોડામાં જેટલી સાફ સફાઇ કરીએ તેટલી ઓછી છે. કારણકે રસોડું એક એવી જગ્યા છે જ્યાં ભોજન બનાવતી વખતે ગંદકી થઇ જાય છે. આપણે રસોડાનો રૂમાલ, વાસણ, સ્ટવ, સ્લેબ અને જમીન તો સાફ કરી દઇએ છીએ પણ રસોડામાં કેટલીક એવી જગ્યાઓ રહી જાય છે જેને આપણે નજરઅંદાજ કરી દેતા હોઇએ છીએ. તો આવો જાણીએ કઇ છે આ જગ્યાઓ જેને આપણે અચૂક સાફ કરવી જોઇએ.

અહીં સફાઇ કરવાનું ન ચૂકવું જોઇએ…
શાકભાજી કાપવાનું બોર્ડ
કટિંગ બોર્ડ પર શાકભાજી કાપવી એ રોજનું કામ હોય છે. પણ આને માત્ર પાણીથી સાફ કરવું પૂરતું નથી. બોર્ડના હેન્ડલ અને અન્ય ઊંડાણપૂર્વક જગ્યાઓમાં કીટાણુ એકઠા થઇ જાય છે. ટામેટાના બીજ અને મરચાના બીજ આવી જગ્યાઓમાં અંદર જતા રહે છે જેને બાદમાં બહાર કાઢવા મુશ્કેલ બની જાય છે. માટે બોર્ડને દરરોજ વાપર્યા બાદ સારી રીતે સાફ કરો. આ સાથે મીટ અને શાકભાજી કાપવાનું બોર્ડ અલગ રાખો.

નાઇટ સ્ટેન્ડ
લાકડાના નાઇટ સ્ટેન્ડ બેક્ટેરિયાનું ઘર હોય છે. સ્ટેન્ડમાં ક્યારેય ભીનું ચપ્પુ ન મૂકશો. લાકડું બળ સરળતાથી પાણી શોષી લે છે જેનાથી તે રોગાણું અને બેક્ટેરિયાનું ઘર બની જાય છે. હંમેશા સ્ટીલ કે પ્લાસ્ટિકના હેન્ડલવાળા ચપ્પાનો જ પ્રયોગ કરો જેનાથી તેને ધોવામાં, સૂકવવામાં કે સફાઇ કરવામાં પરેશાની ન થાય.

કિચન રેક હેન્ડલ
આપણે કિચન રેકનો પ્રયોગ હંમેશા કંઇને કંઇ લેવા માટે કરીએ છીએ. ક્યારેક ક્યારેક આપણે કિચન હેન્ડલને આપણા ખરાબ હાથથી સ્પર્શી લઇએ છીએ. આ માટે જ્યારે પણ સમય મળે ત્યારે તમારા કિચન રેકને સર્ફ અને પાણીથી ધોવાનું ન ભૂલો.

કિચન સિંક
સિંકમાં ગંદા વાસણોને વધારે સમય સુધી મૂકી રાખવાથી બીમારી ઉદ્ભવી શકે છે. આ માટે સિંકમાં વાસણ રાખતા પહેલા તેમાં વધેલું એંઠું ભોજન બહાર ફેંકી દો. તમારા કિચન સિંકને ગરમ પાણીથી ધુઓ. આ સાથે જ બેકિંગ સોડાનો પ્રયોગ સિંકના ખૂણે-ખૂણે કરો જેનાથી બેક્ટેરિયા ઉદ્ભવી ન શકે.

સ્પોન્જ અને સ્ક્રબ
તમને માલુમ હશે કે, ભેજવાળી અને ભીની જગ્યા પર કિટાણું ઝડપથી ફેલાય છે. આ માટે સ્પોન્જ અને વાસણ માંજવાના તારને દર મહિને એકવાર અચૂક બદલો. દરેક પ્રયોગ બાદ સ્પોન્જને પાણીથી ધોઇને નીચોવીને સૂકવવા મૂકી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન