બોટાદના જ્યોતિગ્રામ સર્કલ પાસે સફાઈ કામ કરતી એક મહિલા સફાઈ કર્મીને બીજી મહિલા કર્મીએ ડિવાઈડર પર કચરો નાંખતા અટકાવતા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ મહિલાને તાત્કાલિક સારવાર માટે બોટાદ સોનાવાલા હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે બોટાદમાં જ્યોતિગ્રામ સર્કલ પાસે વિસ્તારમા કામ કરતા એક મહિલા સફાઈ કર્મીને માત્ર એટલા માટે માર મારવામાં આવ્યો કારણ કે તેણે કચરો ફેંકતી એક મહિલાને રોડ પરના ડિવાઇડર કચરો ફેંકતા અટકાવી. આ વાતથી ઊશ્કેરાઈને તે મહિલા અને ચાર યુવાનોએ મળીને આ મહિલા સફાઈ કામદારને પકડી ઢોર માર માર્યો હતો.

નગરપાલિકાના આ મહિલા સફાઈ કર્મીને માર મારતા તમામ સફાઈ કર્મચારીઓ એકત્ર થઈ આવતી કાલ બોટાદ શહેરમા સફાઈ નહી કરવામાં આવે તેમ જણાવી હડતાલ પાડી છે. તેમજ સફાઈ કામદાર પર હુમલો કરનાર લોકોને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી માંગ કરવામાં આવી છે. જાતીવિષયક ટિપ્પણીથી આ મહિલા કર્મીએ એટ્રોસિટિ દાખલ કરવાની માગ કરી છે. આ મહિલાને તાત્કાલિક સારવાર માટે બોટાદ સોનાવાલા હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી.