ઠોઠ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ પરિક્ષામાં કરે છે વધારે ચોરી, સંશોધનમાં થયો દાવો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ઠોઠ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ પરિક્ષામાં કરે છે વધારે ચોરી, સંશોધનમાં થયો દાવો

ઠોઠ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ પરિક્ષામાં કરે છે વધારે ચોરી, સંશોધનમાં થયો દાવો

 | 5:12 pm IST

તેજસ્વી તરીકેની ઓળખ ધરાવનારા વિદ્યાર્થીઓ ઠોઠ વિદ્યાર્થીને મુકાબલે પરીક્ષામાં ચોરી કરતા હોવાની શક્યતા વધુ છે. પૂર્વે એવી ધારણા પ્રવર્તતી હતી કે ઠોઠ વિદ્યાર્થીઓ ચોરી કરીને ફાયદો મેળવતા હોય છે. પરંતુ એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસતા તેજસ્વી વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરીને નસીબ અજમાવે તેવી શક્યતા વધુ રહે છે.  સંશોધકોના ધ્યાને એ પણ આવ્યું છે કે આ મુદ્દે કિશોર અને કિશોરી બંને બરોબરીના હોય છે.

મોટાભાગના વિદ્યાર્થીઓ પોતે પરીક્ષામાં ચોરી કરી હોવાનો સ્વીકાર કરવાથી દૂર રહેતા હોવાથી આ અંગેના ચોક્કસ આંકડા મેળવવા મુશ્કેલ રહે છે. પરંતુ આ મુદ્દે તૈયાર થયેલા કેટલાક અહેવાલ કહે છે કે યુનિવર્સિટીના ૫૦ ટકા વિદ્યાર્થીઓએ પોતાની શૈક્ષણિક કારકિર્દીના કોઈને કોઈ મુકામે ચોરી કરેલી જ હોય છે. પરંતુ હજી થોડા સમય પહેલાં સુધી એવું માનવામાં આવતું હતું કે ચોરી કરીને ઠોઠ વિદ્યાર્થીઓ પરીક્ષામાં વધુ ગુણ પ્રાપ્ત કરવાનો લાભ લેતા રહે છે. પરંતુ ઓન્તારિઓ ખાતેની ગુલેફ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું માનવું છે કે હકીકત તે માન્યતાથી ઊલટી છે. તેજસ્વી વિદ્યાર્થીઓ ચોરી કરીને લાભ મેળવતા હોય છે.

સંશોધકોએ એવા કિસ્સાઓનો અભ્યાસ કર્યો હતો કે કિસ્સાઓમાં કેટલાક વિદ્યાર્થીઓ પોતે આપેલી પરીક્ષાના પરિણામો સામે અસંતોષ જાહેર કરીને બીજીવાર કસોટી આપવાની તકનો ઉપયોગ કર્યો હતો. સંશોધકોએ ૩,૬૦૦ વિદ્યાર્થીએ આપેલી પ્રથમ પરીક્ષાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. તે પછી સંશોધકોએ ૪૪૮ જેટલા વિદ્યાર્થીઓએ આપેલી પુનઃ પરીક્ષાનો પણ અભ્યાસ કર્યો હતો. તેમણે બીજી વાર કસોટી આપતાં કરેલા સુધારા વધારાનો પણ અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે ૭૮ કિસ્સામાં વિદ્યાર્થીએ પરીક્ષકો સાથે છેતરપિંડી કરી હતી. કેટલાક વિદ્યાર્થી તો એવા હતા કે જેઓ વારંવાર પરીક્ષાકીય છેતરપિંડીઓ કરતા રહ્યા હતા. તેમાં મહિલા અને પુરુષ એમ બંને ઉમેદવારો બરોબરની સંખ્યામાં સામેલ જોવા મળ્યા હતા.