ભારતના ચાર શહેરો પર તોળાઈ રહ્યો છે ગંભીર ખતરો, ગુજરાતનું 'આ' શહેર પણ સામેલ - Sandesh
NIFTY 10,548.70 +20.35  |  SENSEX 34,395.06 +89.63  |  USD 65.6425 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભારતના ચાર શહેરો પર તોળાઈ રહ્યો છે ગંભીર ખતરો, ગુજરાતનું ‘આ’ શહેર પણ સામેલ

ભારતના ચાર શહેરો પર તોળાઈ રહ્યો છે ગંભીર ખતરો, ગુજરાતનું ‘આ’ શહેર પણ સામેલ

 | 9:14 am IST

એશિયા ડેવલપમેન્ટ બેંક (એડીબી) અને પોસ્ટડેમ ઈન્સ્ટીટયુટ ફોર ક્લાઈમેટ ઈમ્પેક્ટ રિસર્ચ (પીઆઈકે) દ્વારા વિશ્વના ૧૩૬ કિનારાના શહેરો (તટીય શહેરો)નો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેના અહેવાલમાં જણાવાયું હતું કે એશિયામાં સૌથી વધુ લોકો રહેતા હોઈ પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારની ગંભીર અસરો એશિયા-પેસેફિક દેશો પર જોવા મળી શકે છે, જેને કારણે આ વિસ્તારમાં વિશેષ કરીને ભારત, બાંગ્લાદેશ અને ઈંડોનેશિયામાં પૂર અને તોફાનનો ભય રહેશે. અહેવાલમાં ૨૦૩૦ના દશક સુધીમાં દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોખાના ઉત્પાદનમાં પાંચ ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.

દક્ષિણ ભારત પર ખરાબ અસરો

રિપોર્ટમાં ક્લાઈમેટ ચેન્જની અસર રૃપે ઉત્તર ભારતમાં ચોખાનું ઉત્પાદન વધવા જ્યારે કે દક્ષિણ ભારતમાં ઘટવાની શક્યતા દર્શાવાઈ હતી. દક્ષિણ ભારતમાં ચોખાનું ઉત્પાદન ૨૦૩૦ના દશકમાં પાંચ ટકા, ૨૦૫૦ સુધીમાં ૧૪.૫ ટકા અને ૨૦૮૦ સુધીમાં ૧૭ ટકા જેટલું ઘટવા જ્યારે કે ઘઉંના ઉત્પાદનમાં પણ ૮ ટકાનો ઘટાડો થવાની શક્યતા જણાવાઈ હતી.

તટીય શહેરોમાં પૂરનો ભય

રિપોર્ટ મુજબ ૨૦૦૫માં સમગ્ર વિશ્વમાં આવેલા પૂરમાં એક વર્ષમાં ૬ અબજ ડોલરનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ૨૦૫૦માં આ નુકસાન વધીને ૫૨ અબજ ડોલરનું થઈ જશે. સૌથી વધુ નુકસાન ગુઆંગઝોઉ, મુંબઈ, કોલકાત્તા, શેનઝેન, તિયાનજીન, હો ચી મિન્હ સિટી (વિયેટનામ), જાકાર્તા, ચેન્નાઈ, સૂરત, ઝેંગિયાંગ (ચીન), બેંકોક, જિયામેન (ચીન) અને નયોગાને થઈ શકે છે. ક્લાઈમેટ ચેન્જને કારણે તાપમાન ઉંચુ જતાં દક્ષિણ-પૂર્વ એશિયા અને ભારતમાં પૂરનો ભય વધુ રહેશે.

શું છે પેરિસ ક્લાઈમેટ ડીલ?

ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્ગને ઘટાડવા વિશ્વના ૧૯૫ દેશો વચ્ચે પેરિસમાં ક્લાઈમેટ ડીલ પર સહમત થયા હતા, જેમાંના ૧૪૮ દેશોએ તેની મંજૂરી પણ આપી દીધી હતી. અમેરિકા, સિરિયા અને નિકારાગુઆએ આ ડીલ નકારી કાઢી છે. તે સમયે અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા હતા.

પેરિસ ક્લાઈમેટ ડીલનો હેતુ શો હતો?

વિશ્વમાં કાર્બનનો ઉત્સર્ગ વધતાં ધરતીનું તાપમાન વધશે, જેને પગલે દરિયાની સપાટી ઉંચી જશે, વધુ તોફાનો આવશે, કેટલાય દેશોમાં દુકાળ તો ક્યાંક વળી પૂર આવશે. આવી પરિસ્થિતિથી બચવા માટે વિશ્વના તમામ દેશમાં કાર્બનનો ઉત્સર્ગ કાબુમાં રાખવું તથા મહત્તમ ૨ ડીગ્રીથી વધારે વધતું અટકાવવું જરૃરી છે. આ ડીલમાં સામેલ તમામ દેશોએ દર પાંચ વર્ષે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની પોતાની યોજના જણાવવી જરૃરી બનતી હતી.

અમેરિકા ડીલમાંથી કેમ ખસી ગયું?

ડોનાલ્ડ ટ્રમ્પે જૂનમાં પેરિસ ડીલમાંથી ખસી જવાની વાત કરી હતી. તેમના મતે ડીલને કારણે ૨૦૨૫ સુધીમાં અમેરિકામાં ૨૭ લાખ નોકરીઓ જતી રહેવાનો ભય હતો. ડીલથી અમેરિકા પર આર્થિક અને નાણાકીય બોજો પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત આ ડીલમાં ભારત, ચીન અને યુરોપને અનેક લાભ આપવામાં આવ્યા હતા.