'Clinical Establishment Act implementing no longer whether the state
  • Home
  • Ahmedabad
  • ઓપરેશન ઓ ‘મા’: ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ’ નો અમલ ગુજરાતમાં કેમ કરાતો નથી?

ઓપરેશન ઓ ‘મા’: ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ’ નો અમલ ગુજરાતમાં કેમ કરાતો નથી?

 | 10:30 am IST

હાલમાં ગુજરાતમાં ૬૯ વર્ષ જૂનો નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ, ૧૯૪૯ કાયદો અમલમાં છે અને કેન્દ્ર સરકારે ૨૦૧૦માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અમલી કર્યો છે, તેનો અમલ ગુજરાતમાં કેમ કરાતો નથી ? આ પ્રશ્નના જવાબમાં આરોગ્ય વિભાગના તબીબી સેવાઓના અધિક નિયામક એમ.બી. ધોળકિયાએ કહ્યું કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને પસાર કરવા માટે વર્તમાન નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટને મોડિફાઈ કરવાની એક્સરસાઈઝ આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ થઈ ગઈ છે. વિધાનસભામાં પસાર થયા બાદ કાયદો બનશે. અમુક રાજ્યો જેમકે મહારાષ્ટ્રે આવો કાયદો બનાવ્યો છે તે રીતે ગુજરાત સરકાર પણ કાયદો બનાવશે.

આ કાયદો અમલમાં આવ્યા પછી જેટલાં પણ ક્લિનિક છે તેના ક્રાઈટેરિયા નક્કી થશે. તેમનું રજિસ્ટ્રેશન નક્કી કરવાનું છે. જે માહિતી આજ સુધી મળતી નથી તે મળશે. એપેડેમિક એક્ટ લાવી શકાશે. ભવિષ્યમાં કેસ થાય ત્યારે તેની વેલિડિટી કેટલી તે જોવું પડે. કાયદો ઘડવાનો હોય અમારે લીગલ આસ્પેક્ટ પણ જોવો પડે. તબીબી સેવા ક્ષેત્રે અત્યારની જે સ્થિતિ છે તેને અમે સ્ટ્રોંગ કરીશું. આ કાયદો ક્યારે અમલમાં આવશે, ક્યારે પ્રક્રિયા પૂરી કરશો ? તેના જવાબમાં તેમણે કહ્યું કે ટાઈમ લિમિટ અંગે હું કશું કહી ના શકું.

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શું કહે છે?

મા યોજના જેવી આદર્શ યોજનાના અમલ માટે માગ અંગેના ડેટા વગર પુરવઠો કેટલો રાખવો તેનું આયોજન કરવું શક્ય છે? તે સવાલના જવાબમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, મા યોજનાની અમલવારી સમયે અન્ય રાજ્યો જેવા કે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, હિમાચલપ્રદેશ વગેરેમાં આવા પ્રકારની ચાલી રહેલી યોજનાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આ યોજનાઓની કામગીરીના આધારે રાજ્યમાં કેટલા અંદાજિત દર્દીઓ હશે તેનો એક અંદાજ લઈ બજેટની જોગવાઈ કરવામાં આવી તેમજ વ્યવસ્થા ઊભી કરવામાં તૈયારી કરવામાં આવી હતી. અત્યારે ગુજરાતમાં ૬૯ વર્ષ જૂનો નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ-૧૯૪૯ કાયદો અમલમાં છે અને કેન્દ્ર સરકારે ૨૦૧૦માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અમલી કર્યો છે તેનો અમલ ગુજરાતમાં કેમ કરાતો નથી તે વિશે મંત્રીએ એવો ઉડાઉ જવાબ આપ્યો હતો કે, આ બાબત રાજ્ય સરકારની નીતિ વિષયક બાબત છે, જે સંદર્ભે ઉચ્ચ સ્તરીય કક્ષાએ નિર્ણય લેવામાં આવશે.