NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ઉંઝા પાસે ટ્રેનના પાટાની ક્લિપ્સ થઈ ગુમ,જવાને બચાવી મોટી દુર્ઘટના થતા

ઉંઝા પાસે ટ્રેનના પાટાની ક્લિપ્સ થઈ ગુમ,જવાને બચાવી મોટી દુર્ઘટના થતા

 | 4:47 pm IST

મહેસાણા વિભાગમાં ઉંઝા અને કામલી સ્ટેશનો વચ્ચે ટ્રેનના પાટામાંથી ક્લિપ્સ ગૂમ થયાનું માલૂમ પડતા એક સુરક્ષા જવાને જોતા તરત જ તાકીદ કરી હતી જેના કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ હતી.

આ મામલે પશ્ચિમ રેલવેના વડા પ્રવક્તા રવિન્દર ભરકે કહ્યું હતું કે, રેલવે પ્રોટેક્શન ફોર્સનો એક કોન્સ્ટેબલ રૂટિન ઈન્સ્પેક્શન કરી રહ્યો હતો ત્યારે પાટામાંથી 40 ક્લિપ્સ ગૂમ થયેલી જોઈ હતી અને તેને તરત જ જાણ કરતા આ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. જ્યાંથી ક્લિપ્સ કાઢી નખાઈ હોવાનું માલૂમ પડ્યું હતું એ ટ્રેક પરથી બિકાનેર-સિકન્દ્રાબાદ એક્સપ્રેસ પસાર થવાની હતી. એ ટ્રેનને આગલા સ્ટેશને જ રોકી દેવામાં આવી હતી. પાટાનું સમારકામ કરાયા બાદ ટ્રેનને આગળની સફર પર રવાના કરવામાં આવી હતી. આ અંગેનો કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ કરી દેવાઈ છે.