close-tirupati-temple-darshan-for-six-days-in-august
  • Home
  • Featured
  • ઈતિહાસમાં પહેલી વખત 6 દિવસ માટે બંધ રહેશે તિરૂપતિ મંદિર, કારણ છે કંઈક આવું

ઈતિહાસમાં પહેલી વખત 6 દિવસ માટે બંધ રહેશે તિરૂપતિ મંદિર, કારણ છે કંઈક આવું

 | 11:48 am IST

આંધ્ર પ્રદેશના તિરૂમાલા સ્થિત ભગવાન વેંકટેશ્વરના પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિર સાથે જોડાયેલા એક અહેવાલ સામે આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ઈતિહાસમાં પહેલી વખત ભગવાન વેંકટેશ્વરના આ મંદિરને સતત 6 દિવસ માટે બંધ કરવામાં આવી રહ્યું છે. જી હાં. જાણકારો અનુસાર, 9 ઓગસ્ટની સાંજે 6 વાગ્યાથી લઈને 17 ઓગસ્ટની સવાર સુધી 6 વાગ્યા સુધી આ પ્રસિદ્ધ મંદિર બંધ રહેશે. મંદિર પ્રશાસને આ નિર્ણય રવિવારે થયેલી એક વિશેષ બેઠકમાં લીધો છે. મંદિર પ્રશાસને આ નિર્ણયથી તીર્થયાત્રીઓને થોડી મુશ્કેલી પડી શકે છે.

એટલા માટે લેવામાં આવ્યો નિર્ણય
જણાવવામાં આવી રહ્યું છે કે આવો નિર્ણય મહાસંપ્રોક્ષમ અનુષ્ઠાન કરવા માટે લેવામાં આવ્યો છે જે દર 12 વર્ષ પછી આવે છે. જાણકારો અનુસાર આ અનુષ્ઠાન દરમ્યાન માત્ર પુજારીઓને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ હશે જે મંદિરની સફાઈ, શુદ્ધિકરણ અને મરમ્મતનું કામ કરશે.

પહેલા નહોતું થતું આવું
તમને જણાવી દઈએ કે, આ મંદિર પહેલી વખત આટલા લાંબા સમય (6 દિવસ) માટે બંધ કરવામાં આવી રહ્યું છે. ગત અવસરોને યાદ કરવામાં આવે તો દર 12 વર્ષ પર થનાર આ અનુષ્ઠાન દરમ્યાન મંદિર ખુલ્લું રહેતું હતું, પરંતુ થોડાક કલાકો માટે મંદિરમાં દર્શનાર્થિઓને પ્રવેશ વર્જિત કરી દેવામાં આવ્યો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે, પહેલા એવું એટલા માટે થતું હતું કારણ કે તે દિવસોમાં મંદિરમાં હાલના પ્રકારે ભીડ ભેગી થતી નહોતી. એક અંદાજ પ્રમાણે હાલમાં એક દિવસમાં ભક્તોની સંખ્યા સરેરાશ એક લાખથી વધારેની છે.

મંદિર બંધ કરવાનું આ છે મોટું કારણ
મંદિર બંધ કરવાનું બીજું કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે, મહિનાનો બીજો શનિવાર,. રવિવાર અને સ્વતંત્ર્તા દિવસ હોવાના કારણે મંદિરમાં ભક્તોની ભારે ભીડ આવવાની સંભાવના સેવવામાં આવી રહી છે. એવામાં આવા સમયે મંદિરમાં પ્રતિબંધિત દર્શનની વ્યવસ્થા લાગૂ કરવું અસંભવ હશે. આ કારણે મંદિર પ્રશાસને આખા અઠવાડિયા માટે મંદિરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

9 ઓગસ્ટથી પહાડી પર પ્રવેશ થઈ જશે બંધ
મંદિર પ્રશાસનના મતે, તીર્થયાત્રીઓને 9 ઓગસ્ટથી પહાડીઓ પર આવવા પર રોક લગાવી દીધી છે. ત્યારબાદ પરિસરમાં કતારમાં લાગેલી ભક્તોની ભીડને સાફ કરવા માટે એક આખો દિવસ લાગી જશે, તે હિસાબથી જોવામાં આવે તો 10 ઓગસ્ટની રાત સુધી આખું તિરૂમાલા તીર્થયાત્રીઓથી ખાલી થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન