મેજિક ટ્રિક : બોટલમાં વાદળ - Sandesh
  • Home
  • Kids Corner
  • મેજિક ટ્રિક : બોટલમાં વાદળ

મેજિક ટ્રિક : બોટલમાં વાદળ

 | 3:35 pm IST

સામગ્રીઃ એક પ્લાસ્ટિકની બોટલ, અડધો કપ પાણી અને માચીસ

પ્રિય બાળકો! જાદુ કોઈ ને કોઈ રીતે વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. આપણે અહીં અનેક પ્રકારની જાદુની ટ્રિક અપનાવી છે અને આજે પણ આપણે એવી જ એક ટ્રિક અપનાવી બોટલમાં વાદળ લાવવાનો પ્રયત્ન કરીશું. બોટલમાં વાદળ ઉત્પન્ન કરવા માટે સૌ પ્રથમ બોટલમાં થોડું પાણી લઈ લો. વીડિયોમાં બતાવ્યા મુજબ એટલું જ પાણી બોટલમાં ભરવું. હવે એકસાથે ચારથી પાંચ માચીસની સળી લઈ તેને સળગાવો. માચીસની સળીઓ સળગી જાય એટલે તેને બોટલમાં નાખી ૧ સેકન્ડ બાદ તરત જ બોટલનું ઢાંકણું બંધ કરી દો. ઢાંકણું બંધ કરતાં જ તમને બોટલમાં સહેજ ધુમાડો દેખાશે. હવે બોટલને જોરથી દબાવો અને છોડી દો. બોટલમાં વાદળ બંધાવાનું શરૂ થવા લાગશે. ફરીથી એવી જ રીતે બોટલને ૩થી ૪ વખત દબાવો અને છોડો. બોટલમાં વધુ ને વધુ વાદળ દેખાવા લાગશે અને થઈ જશે બોટલમાં વાદળ ઉત્પન્ન. આ ટ્રિકને અજમાવવા માટે તમે એનો વીડિયો પણ જોઈ શકો છો. ચાલો ત્યારે, કરી જુઓ બોટલમાં વાદળ ઉત્પન્ન.