ક્લબ હાઉસના નામે વિવિધ સરવે નંબરો સામે એક જ પ્લોટ પધરાવ્યો - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ક્લબ હાઉસના નામે વિવિધ સરવે નંબરો સામે એક જ પ્લોટ પધરાવ્યો

ક્લબ હાઉસના નામે વિવિધ સરવે નંબરો સામે એક જ પ્લોટ પધરાવ્યો

 | 1:47 am IST

અમદાવાદ, તા.૧૪

અમદાવાદ શહેરના ગોતા, ઓગણજ, જગતપુર, છારોડી અને ખોરજ વિસ્તારની જમીનને આવરી લેતી ટીપી સ્કીમ નંબર ૫૭ના મંજૂર ડ્રાફ્ટમાં ફેરફારો કરી મળતિયાઓને ફાયદો કરાવવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને ડા વિસ્તારને આવરી લેતી ટીપી સ્કીમમાં જુદા-જુદા સરવે નંબરોની સામે એક જ ફાઇનલ પ્લોટ આપી મળતિયા બિલ્ડરને કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. સૂત્રો જણાવી રહ્યાં છે કે, ટીપી સ્કીમોમાં સરવે નંબરોની સામે પ્રાઇમ પ્લોટ ફાળવણી કરવાના નામે થતી કટકી રોકવા રાજ્ય સરકારે મૂળખંડમાં જ ફાઇનલ પ્લોટ આપવાનો આદેશ કર્યો છે છતાં અમદાવાદ મ્યુનિ.નું ટાઉન પ્લાનિંગ ખાતં આદેશને ઘોળીને પી ગયું હોય તેમ ટીપીઓએ સૂચવેલા પરાર્મશને ચુપચાપ મંજૂરી આપી રહી છે. તાજેતરમાં ટીપી ૫૭માં જુદા-જુદા સરવે નંબરો સામે એક મોટો ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવ્યો છે જેમાં અરજદારને ક્લબ હાઉસ ઊભં કરવાનું છે તેમ કહી ગોઠવણ પાડવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ.ના ટાઉન પ્લાનિંગ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સીધા જ હવે બિલ્ડરોની દરખાસ્ત ઉપર મંજૂરીઓની મહોર મારી વિકાસ પરવાનગીઓ આપી રહ્યાં છે જેમાં વિકાસ પરવાનગી માટે અભિપ્રાય માગતી અરજીઓને ઇનવર્ડ અને આઉટવર્ડ કરવાની પ્રથાને પણ અનુસરવામાં આવતી નથી. સીધી અધિકારીને અરજી કરાય છે જે ઇનવર્ડ થયા વિના જ બારોબાર મંજૂરી મળી જાય છે. થોડા દિવસો પહેલાં મળેલી ટીપી કમિટીએ ટીપી સ્કીમ નંબર ૫૭ના પરાર્મશને મંજૂરી આપી હતી જેમાં મ્યુનિ.ને મળેલા ઓપન સ્પેસ અને એજ્યુકેશન હેતુના બે પ્લોટના રિઝર્વેશન ચુપચાપ રદ કરી દેવાયા છે. પ્રાઇમ લોકેશનના મ્યુનિ.ના બે રિઝર્વ પ્લોટ રદ કરી દેવાયા છે. અહીંથી મ્યુનિ.ના અધિકારીઓ અટક્યા નથી. ટીપી ૫૭માં મ્યુનિ.ને મળેલા પ્રાઇમ લોકેશનના બે રિઝર્વ પ્લોટ અન્ય ખાનગી પ્લોટમાં ભેળવી સામે મોટો ફાઇનલ પ્લોટ ફાળવણી કરવામાં આવી છે જેમાં બહાનું એવું આગળ ધરવામાં આવ્યું છે કે, અરજદારને ક્લબ હાઉસ ઊભં કરવાનું છે જેથી જુદા-જુદા સરવે નંબરની સામે સંયુક્ત ફાઇનલ પ્લોટની માગણી કરી છે જેથી મ્યુનિ.ને ટીપીઓએ જુદા-જુદા સરવે નંબરોની સામે એક સંયુક્ત ફાઇનલ પ્લોટ ફાળવવા પરાર્મશ માગ્યો હતો જેથી મ્યુનિ.એ પણ સંમતિ આપી હતી. મ્યુનિ. રાજ્ય સરકારની ગાઇડ લાઇન પણ ઘોળીને પી ગઈ હતી.

અમદાવાદ મ્યુનિ.માં ટીપી સ્કીમ નંબર ૨૦૪માં ૧,૫૦૦ કરોડનું કૌભાંડ સહિત અન્ય ટીપી સ્કીમોમાં થયેલા ગોટાળા બાદ રાજ્ય સરકારે કડક આદેશ કર્યો હતો કે, મૂળખંડમાં જ અંતિમખંડની ફાળવણી કરવી જોકે, અહીં ટીપીઓ અને મ્યુનિ.ના અધિકારીઓએ ટીપી ૫૭માં જુદા-જુદા મૂળખંડની સામે એક જ ફાઇનલ પ્લોટની ફાળવણી કરી દીધી છે જે શંકાસ્પદ છે મોટો ગોટાળો થયો હોવાનું સૂત્રો જણાવે છે. ઉલ્લેખનીય છે કે, ટીપીઓ દ્વારા સૂચવવામાં આવતા પરાર્મશમાં મ્યુનિ.ની તિજોરીને નુકસાન થતું હોય છતાં પણ કેટલાય કિસ્સામાં બારોબાર અનુમોદન આપવામાં આવી રહ્યું છે.

;