CM રાજકોટમાં દલિત અત્યાચારનો ભોગ બનેલા યુવાનોને મળ્યા - Sandesh
  • Home
  • Rajkot
  • CM રાજકોટમાં દલિત અત્યાચારનો ભોગ બનેલા યુવાનોને મળ્યા

CM રાજકોટમાં દલિત અત્યાચારનો ભોગ બનેલા યુવાનોને મળ્યા

 | 4:10 pm IST

ઉનાના સમઢીયાળા ગામમાં ચાર દલિત યુવાનો પર આચરવામાં આવેલા અત્યાચારને લઇ આજે સીએમ આનંદીબહેન પટેલ પીડિતોની મુલાકાત લેવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પીડિતોને 4-4 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.

આનંદીબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 307ની કલમ લગાડવામાં આવી છે. 30 દિવસમાં આ કેસની ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે. તેમજ આ બનાવની હું નિંદા કરૂ છું અને શાંતિ જાળવવા માટે અપીલ કરૂ છું. પીડિતોની તકલીફ દૂર કરી સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ કેસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવ્યો છે.

 
ઉનાના સમઢીયાળા ગામના રમેશ સરવૈયા, વશરામ સરવૈયા, અશોક સરવૈયા અને બેચર સરવૈયાને ગૌરક્ષકોએ ઢોર માર માર્યો હતો. જેને ઉનાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ગત રવિવારે ખસેડ્યા હતા. આ ચારેય યુવાનોની મુલાકાત લેવા સીએમ આનંદીબેન પટેલ આવી રહ્યા છે.
 
મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પીડિતોની મુલાકાત લેવાના હોય ત્યારે સિવિલ હોસ્પિટલને એકદમ સાફ કરી નખી છે. દર્દીઓએ જણાવ્યું હતું કે, અગાઉ ક્યારેય હોસ્પિટલ આવી રીતે સાફ કરવામાં આવી નથી.  સિવિલ હોસ્પિટલના તમામ ગેટ બંધ કરાતા દર્દીઓને પારાવર મુશ્કેલી પડી રહી છે. દર્દીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.