આનંદીબેન પટેલે અમિત શાહને મોકલી આપ્યું રાજીનામું - Sandesh
  • Home
  • Gujarat
  • આનંદીબેન પટેલે અમિત શાહને મોકલી આપ્યું રાજીનામું

આનંદીબેન પટેલે અમિત શાહને મોકલી આપ્યું રાજીનામું

 | 6:04 pm IST

બેન જાય છે’ની અફવાનો આખરે આજે અંત આવી ગયો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે ટ્વિટર અને ફેસબૂક પેજ પર રાજીનામાની જાહેરાત કરતાં જ રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને રાજીનામાં માટે પત્ર મોકલી આપ્યો છે. રાજીનામું આપતાં જ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણી આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા છે. વિજય રૂપાણી આનંદીબેનને મળવા માટે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા છે. મળતી માહિતી પ્રમાણે આનંદીબેન પટેલે વિજય રૂપાણીને રાજીનામું સોંપી દીધું છે. આનંદીબેન અત્યારે રાજયપાલને મળવા પહોંચ્યા છે.

વિજય રૂપાણી ઉપરાંત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા અને આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મીટિંગનો દૌર શરૂ થઈ ગયો છે.