વિજય રૂપાણીની CM અને નીતિન પટેલની Dy CMની સર્વાનુમતે કરાયી વરણી : અરુણ જેટલી - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • વિજય રૂપાણીની CM અને નીતિન પટેલની Dy CMની સર્વાનુમતે કરાયી વરણી : અરુણ જેટલી

વિજય રૂપાણીની CM અને નીતિન પટેલની Dy CMની સર્વાનુમતે કરાયી વરણી : અરુણ જેટલી

 | 5:46 pm IST

ગાંધીનગરમાં કમલમ ખાતે મળેલી ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બાદ અરુણ જેટલીએ બંને નેતાઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે તેમ કહ્યું હતું. અરુણ જેટલીએ કહ્યું હતું કે સરોજ પાંડે અને ભૂપેન્દ્ર યાદવ પ્રભારી  બેઠકનો એજન્ડા હતો કે વિધાનસભામાં નેતાની વરણી કરવી. બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરીને વિજય રૂપાણીને નેતા અને નીતિન પટેલને ઉપનેતા તરીકે વરણી કરવામાં આવી. ચીફ મિનિસ્ટર ઈલેક્ટ વિજય રૂપાણી જે પહેલાં સીએમ પણ હતા. તે પોતાના પ્રધાન મંડળ અને શપથવિધિ અંગે નિર્ણય લેશે.

આ જે ભાજપના નિરિક્ષકની હાજરીમાં જે બંધારણીય જરૂરિયાતો છે તેને પૂરી કરવામાં આવી છે. અલ્ટરનેટિવ સીએમ અને ડેપ્યુટી સીએમ વિશે અરુણ જેટલીએ ચૂંટાયેલા સભ્યો સાથે ચર્ચા કરી હતી. પણ કોઈ નામ સામે આવ્યા નહતા. આ બંને નેતાઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે પ્રજાએ જ્યારે છઠ્ઠીવાર સરકાર રચવા ચૂકાદો આપ્યો છે ત્યારે લૂણાવાડાના ચૂંટાયેલા ધારાસભ્ય રનતસિંહે  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બીન શરતી ટેકો આપ્યો છે. તેમનો અને ગુજરાતની જનતાનો અમે આભાર માનીએ છીએ.