CM Arvind Kejriwal reply to PM modi congratulations on Victory
  • Home
  • Assembly Election
  • જીત બાદ PM મોદીએ પાઠવી શુભેચ્છા તો કેજરીવાલે પણ જવાબ આપતા કહ્યું- હું કેન્દ્રથી…

જીત બાદ PM મોદીએ પાઠવી શુભેચ્છા તો કેજરીવાલે પણ જવાબ આપતા કહ્યું- હું કેન્દ્રથી…

 | 8:30 pm IST

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ‘આમ આદમી પાર્ટી’(AAP) એ એકવાર ફરી શાનદાર પ્રદર્શન કર્યું છે. દિલ્હીની 70 બેઠકોમાંથી ‘આપ’ના ખાતામાં 62 જેટલી બેઠકો આવી છે. ત્યારે 2015ની જેમ જબરદસ્ત પ્રદર્શનનું પુનરાવર્તન કરવા બદલ અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. જેનો દિલ્હીના સીએમ કેજરીવાલે પણ જવાબ આપ્યો છે.

દિલ્હીમાં ‘આપ’ પાર્ટીની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવી. સાથે દિલ્હીની જનતાઓની અપેક્ષાને પૂર્ણ કરવા માટે પણ શુભકામનાઓ આપી. પીએમ મોદીના આ ટ્વીટ બાદ કેજરીવાલે પણ જવાબ આપતા ધન્યવાદ આપી કહ્યું કે,‘ખુબ-ખુબ આભાર સર. અમારા કેપિટલ સિટીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા માટે હું કેન્દ્ર સાથે મળીને કામ કરવાની અપેક્ષા રાખું છું.’

આપને જણાવી દઈએ કે દિલ્હીની 70 વિધાનસભા બેઠકોવાળી ચૂંટણીમાં ‘આપ’ને સતત બીજી વખત પ્રચંડ બહુમતથી જીત મળી છે. જ્યારે ગત ચૂંટણીની જેમ આ વખતે પણ બીજેપી ડબલ આંકડા સુધી પહોંચી શકી નથી. જ્યારે સૌથી વધુ ખરાબ સ્થિતિ કોંગ્રેસની રહી. જે રાજ્યમાં ખાતું પણ ખોલી ન શકી.

આ વીડિયો પણ જુઓ: LRD પરિપત્ર મામલે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન