cm arvind kejriwal tweets 10 may amit shah as a home minister
  • Home
  • Election 2019
  • કેજરીવાલને 10 મેના રોજ થયું હતુ ‘કેબિનેટ જ્ઞાન’, ગુજરાતી નેતાને લઈને કરેલી આગાહી સાચી પડી

કેજરીવાલને 10 મેના રોજ થયું હતુ ‘કેબિનેટ જ્ઞાન’, ગુજરાતી નેતાને લઈને કરેલી આગાહી સાચી પડી

 | 5:42 pm IST

અરવિંદ કેજરીવાલે આજથી 21 દિવસ પહેલા એટલે કે 10 મેના રોજ એક ટ્વિટ કર્યું હતું અને ત્યારે જ કહ્યું હતું કે જો મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે તો અમિત શાહ ગૃહમંત્રી બનશે. અત્યારે સાચે જ મોદી સરકારનાં નવા મંત્રીમંડળમાં અમિત શાહને ગૃહ મંત્રી બનાવવામાં આવ્યાં છે.

બીજેપીના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહના હાથમાંથી ગૃહ મંત્રાલય લઇને અમિત શાહને આપી દીધું છે. શુક્રવારે થયેલા મંત્રાલયોની વહેંચણીમાં રાજનાથ સિંહના સ્થાને અમિત શાહના હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રાલયની કમાન આપી છે. તો સાથે સાથે જ નિર્મલા સીતારમન પહેલા મહિલા નાણામંત્રીના રૂપમાં દેશને નાણાકીય સલાહ સુચનો આપશે.

અમિત શાહનાં ગૃહ મંત્રી બનવાનો અંદાજો દિલ્હીમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ક્યારનો હતો. 12 મેના રોજ જ્યારે છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું હતું એ પહેલા 10 મેના રોજ અરવિંદે એક ટ્વિટ કર્યું હતું. જેનાં શબ્દો તમે અહીં જોઈ શકો છો. તેમણે ભાજપને વોટ ન કરવા માટે કહ્યું હતું અને અમિત શાહ વિશે ખરાબ ટિપ્પણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન