CM Bhupendra Patel gave an aerial review of PM Modi's dream project Dholera SIR
  • Home
  • Ahmedabad
  • CM ભુપેન્દ્ર પટેલે PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ધોલેરા SIRની હવાઈ સમીક્ષા કરી

CM ભુપેન્દ્ર પટેલે PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ધોલેરા SIRની હવાઈ સમીક્ષા કરી

 | 7:58 pm IST
  • Share

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ધોલેરા SIRની સમીક્ષા
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોલેરા SIRનું હવાઇ નિરીક્ષણ કર્યું
  • સ્માર્ટ સિટીના રૂપમાં પણ ધોલેરા આકાર લાઇ રહ્યું છે: મુખ્યમંત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ધોલેરા SIRની સમીક્ષા આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ કરી હતી. આગામી સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આવી રહી છે ત્યારે રોકાણકારોને આકર્ષવા માટે પાયાની જરૂરિયાતો ઉભી કરવીએ તાતી જરૂરિયાત છે. 920 સ્કવેર કિલોમીટરમાં સમગ્ર પ્રોજેક્ટ આકાર લઇ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીએ તેનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું, ઉપરાંત જે 7d પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે નિહાળ્યો હતો.

ધોલેરા SIRની સમીક્ષા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. સમગ્ર પ્રોજેક્ટમાં પર્યાવરણનો ખ્યાલ પણ આપણે રાખ્યો છે. સ્માર્ટ સિટીના રૂપમાં પણ ધોલેરા આકાર લાઇ રહ્યું છે. અહીં બે પ્રોજેક્ટના કાર્ય શરૂ થઈ ગયા છે અને આગામી સમયમાં અનેક મેગા પ્રોજેકટના પાયા પણ નંખાસે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ધોલેરાને રોડ, રેલ અને હવાઈ માર્ગથી પણ જોડવામાં આવી રહ્યું છે ત્યારે આગામી જાન્યુઆરીથી એરપોર્ટનું કાર્ય શરૂ થશે. ઉપરાંત 18 મહિનામાં એક્સપ્રેસ હાઇવેનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી પૂર્વે PMના 5 પ્રોજેક્ટ પૂર્ણતાને આરે હશે

અમદાવાદ, ગાંધીનગર, સુરત એમ ત્રણ શહેરોમાં મેટ્રોરેલ પરિયોજનાનું સંપૂર્ણ કામ વર્ષ 2024ના આરંભે પૂર્ણ થશે. જ્યારે રાજકોટમાં એઈમ્સને સંપૂર્ણતઃ કાર્યરત કરવા તેમજ ધોલેરા એરપોર્ટ બાંધવા ડિસેમ્બર-24 સુધીના લક્ષ્યાંક સાથે કામકાજ ચાલી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની મુદ્દત મે-24માં પૂર્ણ થશે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરાને એક સ્માર્ટ સિટી બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. જેને લઈને સમયાંતરે મહત્વની જાહેરાતો પણ થતી રહે છે. ગુજરાત સરકાર પણ ધોલેરા પર ખાસ્સો ભાર આપી રહી છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો