CM Bhupendra Patel On Gandhinagar Corporation Election
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘આખા દેશમાં તમામ સીટ ભાજપ ના જીતે, ત્યાં સુધી આપણે લડવાનું છે’

‘આખા દેશમાં તમામ સીટ ભાજપ ના જીતે, ત્યાં સુધી આપણે લડવાનું છે’

 | 7:40 pm IST
  • Share

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે આજે ચૂંટણી પ્રચાર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મેદાનમાં આવ્યા છે. ગાંધીનગર સિવિલ ઓડિટોરિયમાં “પેજ સમિતિ મહાઅભિયાન” કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મનપા વિસ્તારના પેજ સમિતિ પ્રમુખોને સંબોધન કરતાં તેમણે મનપાની 44 બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભાજપ પરિવારની ભાવના સાથે કામ કરે છે. આપણે બધા ભેગા મળીને કામ કરીશું, તો તમામ બેઠકો પર વિજય મેળવીશું. લોકો આપણને કાયમ ગાંધીનગરનું મ્હેણું મારે છે, જે આપણે તોડવાનું છે. સમગ્ર દેશમાં તમામ સીટો ભાજપ ના જીતે, ત્યાં સુધી આપણે લડતા રહેવાનું છે. આ માટે આપણે જુસ્સો પણ ટકાવી રાખવાનો છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આપણે મુખ્યમંત્રી છીએ, એટલે પોણો કલાક બોલવું જ જોઈએ, એવા મૂડમાં આપણે નથી. ઘણીવાર ચૂંટણીમાં બોલી જાય, પછી કોઈ જોવા પણ આવતું નથી, પરંતુ આ આપણા બધાની જવાબદારી છે. અમારા સુધી પહોંચતા તમને આવડે છે અને અમારા નંબર પણ તમારી પાસે છે જ.

જણાવી દઈએ કે, આગામી 2 ઓક્ટોબરે ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર આગામી 3 ઓક્ટોબરે મતદાન થશે અને 5 ઓક્ટોબરે પરિણામ જાહેર થવાનું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નાટ્યાત્મક રાજકીય ઘટનાક્રમ બાદ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળમાં પરિવર્તન કરીને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. નવનિયુક્ત મુખ્યમંત્રીએ ચાર્જ સંભાળી લીધો છે. એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય બચ્યો છે, ત્યાં બીજી તરફ ગાંધીનગર મનપા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ભાજપ ગુજરાતના રાજકારણમાં મોટો પ્રયોગ હાથ ધર્યા બાદ મનપા ચૂંટણી પર સૌ કોઈની નજર રહે, તે સ્વાભાવિક છે. રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ આ પહેલી ચૂંટણી હશે, જે સત્તાધારી ભાજપ માટે પણ લિટમસ ટેસ્ટ પુરવાર થશે. આ ચૂંટણીના પરિણામ બાદ જ કયાસ લગાવી શકાશે કે, રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાની ભાજપની ચૂંટણીલક્ષી વ્યૂહ રચનાથી પાર્ટીને કેટલો ફાયદો પહોંચ્યો છે?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો