CM Bhupendra Patel will visit Jamnagar, conduct aerial inspection at 1 p.m.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શપથવિધિના બીજા જ દિવસે CM ભુપેન્દ્ર પટેલ એક્શનમાં: બપોરે 1 વાગ્યે પૂરગ્રસ્ત જામનગરનું હવાઈ નિરીક્ષણ કરશે

શપથવિધિના બીજા જ દિવસે CM ભુપેન્દ્ર પટેલ એક્શનમાં: બપોરે 1 વાગ્યે પૂરગ્રસ્ત જામનગરનું હવાઈ નિરીક્ષણ કરશે

 | 10:36 am IST
  • Share

ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ શપથવિધિ બાદ રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પ્રવર્તમાન પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે એક્શનમાં આવી ગયા છે. સોમવારે ભુપેન્દ્ર પટેલે ર્સ્વિણમ સંકુલ- 1ના ત્રીજા માળે પહોંચીને મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ તેમને પહેલી મીટિંગ કરી હતી. રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજી સામે રાહત અને બચાવના કામોની સમીક્ષા કરી હતી. આ દિશામાં આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આજે બીજા દિવસે રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ ભારે વરસાદના કારણે જામનગરની મુલાકાતે જવાના છે. બપોરે 1 વાગે તેઓ હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી એક બેઠક કરશે અને રાજ્યમાં પડી રહેલા વરસાદ અને વરસાદ બાદની સ્થિતિ અંગે સમીક્ષા કરશે.

CMનો ચાર્જ સંભાળી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં વરસાદ મુદ્દે બેઠક યોજી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજી સામે રાહત અને બચાવના કામોની સોમવારે સીએમ ભુપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર, CMના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, એ.કે.રાકેશ, એમ.કે.દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ સાથે બેઠક યોજી હતી. એટલું જ નહી, સોમવારે સીએમ ભુપેન્દ્ર પટેલે શપથવિધિ કાર્યક્રમ પહેલા જામનગર કલેક્ટરને ફોન કરીને પાણીમાં ફસાયેલા નાગરીકોને NDRFની મદદથી સ્થળાંતર કરવાની સુચનાઓ આપી હતી.

તેમણે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરીને ગુજરાતમાં NDRFની વધારાની ટીમ મોકલવા પરામર્શ કર્યો હતો. ગૃહમંત્રીએ ભટીંડાથી ત્રણ ટીમ રાજકોટમાં, 2 ટીમ જામનગરથી મોકલી આપવા સુચના આપ્યાનું જાણવા મળ્યુ છે.

મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ નવા જૂના સચિવાલયથી લઈને ગાંધીનગર અમદાવાદ સ્થિત સરકારી કચેરીઓમાં કાર્યરત સિનિયર સહિતના સેક્રેટરીઓ, કમિશનરો હાથમાં ગુલદસ્તો પકડી ઉમેટી પડયા હતા, અને જાતે જ પોતાની ઓળખાણ આપતા જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન