CM Bhupendra Patel's new cabinet has this potential racism math, what will the new cabinet look like?
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Featured
 • CM ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના આ રહ્યું જ્ઞાતિ સમીકરણોનું ગણિત, કેવું હશે નવું મંત્રીમંડળ

CM ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના આ રહ્યું જ્ઞાતિ સમીકરણોનું ગણિત, કેવું હશે નવું મંત્રીમંડળ

 | 10:23 am IST
 • Share

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લઇને નવા સીએમ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ત્યારે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરાશે. નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન અપાશે તેવું ચોક્કસ માનવામાં આવે છે. જૂના મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ ન કરાય તેવી શક્યતા છે. તમામ ધારાસભ્યનો રાજભવન પહોંચવાના આદેશ આપી દેવાયા છે. નો રિપીટ થિયરી પ્રમાણે આ મંત્રીમંડળ રચાશે તેવું ચોક્કસ માનવામાં આવે છે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 27 સભ્યાના પૂર્ણ કદના મંત્રીમંડળમાં ગણતરીના સિનિયર નેતાઓને જ સ્થાન અપાશે. રૂપાણી સરકારના ગણતરીના નેતાઓ જ રીપીટ થાય તેવી શક્યતા છે. યુવા નેતાઓને મંત્રી પદ અપાશે. સાથે જ આ નવા વિસ્તરણમાં બેથી ત્રણ મહિલા ધારાસભ્યોનેને પણ મંત્રીપદ મળી શકે છે. 60 વર્ષથી નીચેની ઉંમરના સભ્યોને જ મંત્રીપદ આપવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ નવા ચહેરા અને પ્રયોગોવાળુ હશે.

નવા મંત્રીમંડળનું સંભવિત જ્ઞાતિ સમીકરણ

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 27 સભ્યાના પૂર્ણ કદના મંત્રીમંડળમાં ગણતરીના સિનિયર નેતાઓને જ સ્થાન અપાશે. જેમાં પાટીદારમાંથી 7થી8, અન્ય સવર્ણ 5, ઓબીસી 8થી10, દલિત 2, આદિવાસી 2થી3

કેવું હશે નવું મંત્રીમંડળ

 • નો રિપીટ થિયરી પર નવું મંત્રીમંડળ
 • ધારાસભ્ય તરીકે સિનિયર હોય તેવાને સ્થાન
 • જ્ઞાતિ અને પ્રદેશવાર સમીકરણનો ખ્યાલ રખાશે
 • 27 સભ્યોનું પૂર્ણ કદનું મંત્રીમંડળ બનશે
 • રૂપાણી સરકારના ગણતરીના મંત્રીને જ સ્થાન
 • યુવા નેતાઓને મંત્રીપદમાં સમાવવામાં આવશે
 • નવા મંત્રીમંડલમાં બે મહિવાને સ્થાન અપાશે
 • 60 વર્ષથી નીચેના ધારાસભ્યોને મંત્રીપદની શક્યતા
 • નવું મંત્રીમંડળ નવા ચહેરા અને પ્રયોગોવાળુ હશે

સંભવિત નામો

ગુજરાતના નવા મંત્રીમંડળમાં કયા ધારાસભ્યોને મંત્રીઓ બનાવવામાં આવી શકે છે, જેના સંભવિત નામો સામે આવ્યા છે. જેમાં નીમાબહેન આચાર્ય, ભૂજ, કિર્તીસિંહ વાઘેલા, કાંકરેજ, શશીકાંત પંડ્યા, ડીસા, ડો.આશા પટેલ, ઊંઝા, રૂષિકેશ પટેલ, વિસનગર, રાજેન્દ્રસિંહ ચાવડા, હિંમતનગર, ગજેંદ્રસિંહ પરમાર, પ્રાંતિજ, કનુ પટેલ, સાણંદ, રાકેશ શાહ, એલિસબ્રિજ, અરવિંદ રૈયાની, રાજકોટ, ગોવિંદ પટેલ, રાજકોટ, દેવા માલમ, કેશોદ, આર.સી.મકવાણા, મહુવા, જીતુ વારાણી, ભાવનગર, પંકજ દેસાઇ, નડીયાદ, કુબેર ડિંડોર, સંતરામપુર, કેતન ઇનામદાર, સાવલી, મનીષા વકિલ, વડોદરા, દુષ્યંત પટેલ, ભરૂચ, હર્ષ સંઘવી, સુરત, વિનોદ મોરડિયા, કતારગામ, મોહન ઢોડિયા, મહુવા, નરેશ પટેલ, ગણદેવી, કનુભાઈ દેસાઈ, પારડીનો સમાવેશ થાય છે.

નવી ટીમમાં આ મંત્રી બની શકે, યુવા અને નવા ચહેરોઓનો દબદબો

પ્રદીપસિંહ જાડેજા – 2007 થી ધારાસભ્ય, હાલ વટવાથી ધારાસભ્ય, મોદી અને શાહના વિશ્વાસુ, રુપાણી સરકારમા ગૃહ રાજ્ય મંત્રી, ક્ષત્રિય સમાજમાથી આવે છે

આત્મારામ પરમાર- બોટાદ ની પેટા ચૂંટણી જીત્યા, પુર્વ મંત્રી રહી ચુક્યા છે, એસસી સમાજમાંથી આવે છે, જુના કાર્યકર્તા, મુળ દક્ષિણ ગુજરાતના

રાજેન્દ્ર ત્રિવેદી – રાવપુરાથી ધારાસભ્ય, હાલમાં વિધાનસભા અધ્યક્ષ, પુર્વ રાજ્ય કક્ષાના રમત ગમત મંત્રી, વ્યવસાયે વકીલાત

જિતુ વાઘાણી – ભાવનગરથી ધારાસભ્ય, પુર્વ પ્રદેશ પ્રમુખ, પાટીદાર સમાજમાથી આવે છે, સંગઠનનો સારો અનુભવ,

આર સી ફળદુ – પુર્વ પ્રદેશ પ્રમુખ, શાંત સ્વભાવના, જામનગરથી ધારાસભ્ય, રુપાણી સરકારમા કૃષિ મંત્રી, પાટીદાર સમાજમાંથી આવે છે

ગણપત વસાવા – સુરત જિલ્લાના આદિવાસી સભામાંથી આવે છે, વિધાનસભા અધ્યક્ષ રહિ ચુક્યા છે, આદિવાસી સમાજ પર પ્રભુત્વ

દિલીપ ઠાકોર – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના,ઉત્તર ગુજરાતમાં અને ઠાકોર સમાજમાથી આવે છે, સરળ સ્વભાવ

જયેશ રાદડિયા – જામ કંડોરણાથી ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં યુવા પાટીદાર ચહેરો, રુપાણી સરકારમા કેબિનેટ મંત્રી,

નિમા આચાર્ય- કચ્છના ભુજથી ધારાસભ્ય, સિનિયર ધારાસભ્ય, કચ્છનું પ્રતિનિધિત્વ કરતાં સવર્ણ જ્ઞાતિના આ મહિલા નેતા

દુષ્યંત પટેલ – ભરૂચના ધારાસભ્ય, પોલિશ્ડ રાજનેતા ફાંકડું અંગ્રેજી પણ બોલી જાણે છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા કાર્યક્રમમાં આ ધારાસભ્ય ગુજરાત સરકારની સારી ઇમ્પ્રેશન પાડી શકે છે. વિધાનસભાની કાર્યવાહીના જાણકાર આ ધારાસભ્ય સરકારમાં હોય તો મંત્રીમંડળનું વજન વધી શકે.

હર્ષ સંઘવી અથવા સંગીતા પાટીલ- સુરતના આ બન્ને યુવાન ધારાસભ્યો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નિકટના નેતા ગણાય છે. આ બન્નેમાંથી કોઈ એકને મંત્રીમંડળમાં રાજ્યકક્ષાનું સ્થાન મળી શકે છે

ઋષિકેશ પટેલ – વિસનગરથી ધારાસભ્ય, પાટીદાર નેતા નીતિન પટેલની કેબિનેટમાંથી બાદબાકી થાય એવા સંજોગોમાં મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા આ ધારાસભ્ય

જે.વી. કાકડિયા- ધારીથી ધારાસભ્ય, કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા, અમરેલી જિલ્લાના એકમાત્ર ભાજપી ધારાસભ્ય છે. આવતી ચૂંટણીમાં ભાજપને અમરેલી જિલ્લામાં વધુ બેઠકો મેળવવા માટે જો એક મંત્રી આ જિલ્લામાંથી હોય તો સમીકરણો બદલાઇ શકે છે.

વિનોદ મોરડિયા- સુરતમાં કિશોર કાનાણીના રિપ્લેસમેન્ટ તરીકે સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજના આ યુવાન ધારાસભ્યનો સમાવેશ આ વિસ્તારમાંથી થઇ શકે છે.

નિમિષા સુથાર- મહિલા આદિવાસી નેતા અને પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ તરીકે આ ધારાસભ્યને સ્થાન મળી શકે છે.

ગોવિંદ પટેલ અથવા અરવિંદ રૈયાણી- આ બંનેમાંથી એકને સ્થાન મળશે, બંને રાજકોટથી આવે છે,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન