CM changed in Uttarakhand, Karnataka, here the government now no-repeat in UP elections
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઉત્તરાખંડ, કર્ણાટકમાં CM બદલ્યા, અહીં સરકાર ને હવે UPની ચૂંટણીમાં નો-રિપીટ, હવે પરિણામ પર નજર

ઉત્તરાખંડ, કર્ણાટકમાં CM બદલ્યા, અહીં સરકાર ને હવે UPની ચૂંટણીમાં નો-રિપીટ, હવે પરિણામ પર નજર

 | 7:16 am IST
  • Share

  • ભાજપ ‘ગુજરાત મોડલ 0.2’ રાષ્ટ્રીય સંગઠનમાં ઉતારશે

૩૦ વર્ષના સંઘર્ષ બાદ સત્તાના મધ્યાહને પહોંચેલા ભાજપમાં કોરોનાના સેકન્ડ વેવ બાદ ‘જનરેશન ચેન્જ’ માટે નો- રિપિટ ફોમ્યુલા આગળ વધતી રહી છે. ભાજપ શાસિત ઉત્તરાખંડ અને કર્ણાટકમાં મુખ્યમંત્રીઓ બદલ્યા બાદ આ નવી ફોર્મ્યુલાને હવે ગુજરાતમાં સંપુર્ણરૃપ મળ્યુ છે. અહીં, આખે આખી સરકાર જ બદલી દેવાઈ છે અને હવે આ ફોર્મ્યુલા ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અમલમાં મૂકાશે તે નિવૃત થઈ ચૂક્યુ છે. એમ જાણકારોમાં ચર્ચા છે.

પંજાબ, ઉત્તરપ્રદેશ, ગોવા સહિતના રાજ્યોમાં વર્ષ ૨૦૨૨ના આરંભ વિધાનસભાની ચૂંટણી છે. આ ત્રણ પૈકી બે રાજ્યમાં ભાજપ સરકારમાં છે. કોરોના સેકન્ડ વેવ બાદ ઉત્તરપ્રદેશમાં સરકારમાં બદલાવ માટે ભાજપ, ઇજીજીમાંથી સખત દબાણ હોવા છતાંયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટસના મસ થયા નહોતા. આથી ત્યાં ફેબ્રુઆરી- ૨૦૨૨ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદ કરતી વખતે સત્તાનું સૂકાન સંભાળનારા સિનિયરો સામે પણ નો- રિપિટ ફોર્મ્યુલા અમલમાં મૂકાશે. જૂની પેઢી સામે નવા ચહેરા મુકીને ભાજપના મધ્યાહનને યથાવત રખાશે, એન્ટિઈન્કમ્બન્સીને તોડવા પ્રયત્ન થશે. જેના ચૂંટણી પરિણામોની અસર ડિસેમ્બર- ૨૦૨૨માં ગુજરાત ઉપર થશે.

જનસંઘમાંથી ભાજપની સ્થાપનાકાળથી ગુજરાત એ પ્રયોગશાળા રહ્યુ છે. મુખ્યમંત્રી રહેતા નરેન્દ્ર મોદીએ ૧૦ વર્ષ અગાઉ ‘ગુજરાતના વિકાસનું મોડલ’ રાષ્ટ્રીય સ્તરે રજૂ કરીને ભાજપને કેન્દ્રમાં સત્તાને શિખરે પહોંચાડયો અને બાદમાં એક પછી એક એમ અનેક રાજ્યોમાં બહુમતીથી સરકારો પણ રચવાનો માર્ગ મોકળો કર્યો. હવે એ જ ગુજરાતમાં સત્તાના કેન્દ્રમાં નવા ચહેરા માટે ‘જનરેશન ચેન્જ’ સાથે નો- રિપિટ ફોર્મ્યુલાનો અમલ કરાવ્યો છે.

આ ‘ગુજરાત મોડલ ૦.૨’ને હવે રાષ્ટ્રીય સંગઠનમાં ઉતારાશે. જેની શરૃઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળથી થઈ હતી. ૧૬મી જૂલાઈએ કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થયુ ત્યારે ભૂતકાળની વાજપેયી સરકારમા મંત્રી રહેલા રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર સહિત ૧૨ ધુરંધર મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા હતા.

જૂલાઈથી શરૃ થયેલી સરકારમાં નો-રિપિટ ફોર્મ્યુલાથી ભાજપમાં બે પેઢીઓ વચ્ચે રહેલા અંતરને તોડીને નવા ચહેરાને આગળ કરવા સપ્ટેમ્બરમાં ગુજરાતમાં પુર્ણ થયુ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો