CM Mamata Banerjee arrives at nephew Abhishek Banerjee's residence
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બંગાળમાં હાઇવોલ્ટેજ ડ્રામા: ભત્રીજા અભિષેકના ઘરે પહેલાં મમતા ‘દીદી’ પહોંચ્યા, હવે CBI

બંગાળમાં હાઇવોલ્ટેજ ડ્રામા: ભત્રીજા અભિષેકના ઘરે પહેલાં મમતા ‘દીદી’ પહોંચ્યા, હવે CBI

 | 11:59 am IST
  • Share

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સીબીઆઈની ટીમના પહોંચતા પહેલાં પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી ગયા હતા. હવે સીબીઆઈની ટીમ અભિષેક બેનર્જીના પત્ની રૂજિરા નરૂલાની પૂછપરચ્છ કરવા માટે તેમના ઘરે પહોંચી ગયા છે. આની પહેલાં સોમવારના રોજ સીબીઆઈ ટીમે રૂજિરાની બહેન મેનકા ગંભીરના ઘરે જઇ અંદાજે 3 કલાક સુધી પ્રશ્ન કર્યા. કોલસા ખોદકામ ગોટાળાના સંબંધમાં સીબીઆઈ ટીમ આ શોધખોળ કરી રહ્યું છે.

સોમવારના રોજ અભિષેક બેનર્જીના પત્ની રૂજિરાએ કહ્યું હતું કે CBI મંગળવારના રોજ તેમના હરીશ મુખર્જી રોડ સ્થિત તેમના ઘરે સવારે 11 થી 3ની વચ્ચે આવી પ્રશ્નો કરી શકે છે. જો કે તેમણે કહ્યું કે હું નથી જાણતી કે મારી કેમ પૂછપરચ્છ કરી રહ્યા છે, ના તો મને તપાસના વિષય અંગે કોઇ માહિતી છે.

લાવી રહ્યું છે કે સોનાની તસ્કરીનો કેસ
રવિવારના રોજ સીબીઆઈએ રૂજિરા અને મેનકાને સીબીઆઈએ સમન્સ મોકલ્યા હતા. રૂજિરા અને અભિષેકના લગ્ન 24 ફેબ્રુઆરી 2014ના રોજ થયા હતા. અભિષેક અને રૂજિરાને બે દીકરીઓ અને એક દીકરો છે. 2019માં લોકસભા ચૂંટણી પહેલાં 15મી માર્ચના રોજ રૂજિરાને કોલકત્તા એરપોર્ટ પર બે કિલોગ્રામ સોનાની સાથે પકડી હતી. તેના પર આરોપ લાગ્યો હતો કે તે બેંકોકથી ગેરકાયદે રીતે સોનું લાવ્યા છે. કસ્ટમ વિભાગે રૂજિરાની વિરૂદ્ધ સમન્સ પાઠવ્યા હતા. સમન્સને રદ કરવા માટે રૂજિરાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. તેના ઉપર હજુ પણ સોના તસ્કરીનો કેસ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન