CM Rupani And Governor Of Gujarat Celebrated Republic day in dahod
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની દાહોદમાં ઉજવણી, CM રૂપાણી અને રાજ્યપાલ રહ્યા ઉપસ્થિત

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની દાહોદમાં ઉજવણી, CM રૂપાણી અને રાજ્યપાલ રહ્યા ઉપસ્થિત

 | 9:57 am IST
  • Share

દેશ આખો આજે 72મો પ્રજાસત્તાક દિન (Republic Day) ઉજવી રહ્યો છે. દેશમાં પ્રજાસત્તાક દિનને લઇને ઉજવણી થઈ રહી છે. ગુજરાત (Gujarat)માં પણ ખાસ રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. આજે દાહોદ (Dahod)માં રાજ્યકક્ષાના 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. દાહોદના નવજીવન કોલેજ મેદાન પર સવારે 9 કલાકે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ઉજવણી દરમિયાન વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા કાર્યક્રમ સ્થળે પુષ્પવર્ષા કરવામાં આવી.

750થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ

અહીં CM રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ધ્વજારોહણ કર્યું. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પરેડનું નિરીક્ષણ કર્યું. અહીં 750થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ રહ્યા. આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાશે. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં અહીં 1 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિન પર કોરોના વૉરિયર્સનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું.

ગણપત વસાવાએ 26મી જાન્યુઆરીની ઉજવણી કરી

તો ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા ધવજવંદન કરવામાં આવ્યું. અહીં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. મંત્રી જવાહર ચાવડા સાથે જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ 26મી જાન્યુઆરીની ઉજવણી કરી. તેમણે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ઉજવણી કરી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતવાસીઓ ઉપસ્થિત રહ્યા.

શહેર પોલીસ કમિશનર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવ્યો

અમદાવાદમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી. શહેર પોલીસ કમિશનર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવ્યો. શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ અવસર પર પોલીસ જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી. સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે મેડલ પામેલ પોલીસ જવાનોને સન્માનિત કરાશે.

આ વિડીયો પણ જુઓ: દાહોદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની કરાઈ ઉજવણી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો