CM Rupani calls friends to visit Uzbekistan and says 'want to come'
  • Home
  • Ahmedabad
  • ઉઝબેકિસ્તાનના પ્રવાસ માટે CMએ મિત્રોને ફોન કરીને કહ્યું ‘આવવું છે’

ઉઝબેકિસ્તાનના પ્રવાસ માટે CMએ મિત્રોને ફોન કરીને કહ્યું ‘આવવું છે’

 | 7:30 am IST

। ગાંધીનગર  ।

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના ઉદ્યોગપતિઓની સાથે શનિવારની સવારથી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઈ રહ્યા છે. આ ટુર માટે ૫૦ સીટરનું ચાર્ટરપ્લેન ભરાય એટલા ડેલિગેટ ન મળતા છેલ્લીઘડીએ સ્વંય ઝ્રસ્ને ઉદ્યોગપતિ મિત્રોને ફોન કરીને ‘ઉઝબેકિસ્તાન આવવુ છે’ તેમ કહેવુ પડયું હતુ !

ટોચના અધિકારીના કહેવા મુજબ સામાન્ય રીતે મુખ્યમંત્રીની ફોરન ટુરની વ્યવસ્થા ઈન્ટેક્ષ્ટ-બી દ્વારા થતી હોય છે. પરંતુ, ઉઝબેકિસ્તાનના પ્રવાસ માટે એસોચેમને કામ સોંપતા દોઢ-બે લાખની ટૂર છ લાખે પહોંચતા મોટાભાગના ડેલિગેટ છેલ્લી ઘડીએ ફસકી જતા સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી. આ પ્રવાસના બ્રિંફિંગ માટે CM હાઉસમાં શુક્રવારે હાઈલેવલ મિટિંગ મળી ત્યારે ૫૦ સીટના પ્લેનમાં એક પ્રવાસી ઘટતો હતો. મિટિંગમાં એગ્રિ.કોર્પોરેશનના સ્ડ્ઢ રંધાવાએ ઉઝબેકિસ્તાનમાં કોલ્ડ સ્ટોરેજ માટે મોટો સ્કોપ હોવાનું કહેતા મુખ્યમંત્રીએ કોલ્ડ સ્ટોરેજ ધરાવતા ઉદ્યોગપતિને ફોન કરીને ‘ઉઝબેક આવવુ છે’ તેમ પૂછીને ‘તૈયાર થઈ જા, દોઢ- બે લાખ ખર્ચ થશે’ એમ કહ્યું હતું.

જો કે, સામે બેસલા ઉદ્યોગ કમિશનર રાહૂલ ગુપ્તાએ ‘સાહેબ છ લાખ થશે’ તેમ કહેતા રૂપાણી ચોંકી ઉઠયા,  મિત્ર સાથે ચાલુ ફોને CMએ પૂછયું આટલા બધા શેના ? તો ગુપ્તાએ ‘ચાર લાખ ટિકિટ ભાડાના (એરફેર) અને બે લાખ હોટલ હયાતમાં રોકાવાના’ તેમ કહેતા જ રૂપાણીએ મિત્રને ફોન કટ કરીને જસદણમાં જિનિંગનું કામ કરતા બીજા મિત્રને ફોન કરીને સાથે આવવા કહ્યું હતું આ ધબાધબી વચ્ચે ૨૪ કલાકમાં વિઝા કેમ થશે તેનો ચણભણાટ ચાલતો હતો ત્યાં ઉદ્યોગ અગ્રસચિવ મનોજ દાસે ઈ-વિઝા થઈ જશે તેવી ટાપસી પૂરતા ૧૦-૧૨ મિટિંગથી અંધાધુંધી જોઈ રહેલા CMOના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાશનાથને ‘૨૪ કલાકમાં પોલિટીકલ ક્લિયરન્સ ક્યાંથી લાવશો ?’ તેમ કહેતા મુખ્યમંત્રીએ મિત્રોને ફોનાફોની બંધ કરવી પડી હતી. કૃષિ વિભાગના ACS પૂનમચંદ પરમાર, ઈન્ડેક્ષ્ટ-બીના નિલમ રાની સહિતના સિનિયર સેક્રેટરીઓની હાજરીમાં CM હાઉસમાં સર્જાયેલી આ અંધાધુંધીએ સેક્રેટરીએટમાં ભારે ચર્ચા જગાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન