પુત્રના લગ્નને કારણે લોકડાઉન ન આપ્યું? વાઈરલ મેસેજને લઈ CM રૂપાણીએ કરી આ સ્પષ્ટતા – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પુત્રના લગ્નને કારણે લોકડાઉન ન આપ્યું? વાઈરલ મેસેજને લઈ CM રૂપાણીએ કરી આ સ્પષ્ટતા

પુત્રના લગ્નને કારણે લોકડાઉન ન આપ્યું? વાઈરલ મેસેજને લઈ CM રૂપાણીએ કરી આ સ્પષ્ટતા

 | 7:16 pm IST
  • Share

હાલમાં રાજ્યમાં કોરોનાનું (Covid 19) સંક્રમણ વધતાં 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ (Night Curfew) લાદી દેવામાં આવ્યું છે. જે બાદ સોશિયલ મીડિયામાં સીએમ રૂપાણીના (CM Vijay Rupani) પુત્રના લગ્ન અંગે મેસેજ વાઈરલ થયા હતા. જો કે આ વાઈરલ મેસેજને લઈ ખુદ સીએમ રૂપાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

CM રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું કે, મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયાવિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજનના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.

રાજ્યમાં નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યું કે તરત જ સોશિયલ મીડિયામાં લોકોએ સીએમ વિજય રૂપાણીને લોકોએ ટ્રોલ કર્યાં હતા. અને પુત્રના મેરેજને લઈને મેસેજ ફરતાં કર્યા હતા. અને લખ્યું હતું કે, લોકડાઉન નહીં લાગે મારા છોકરાના લગ્ન છે. આમ લોકોએ પુત્રના લગ્નને લઈ મેસેજ વાઈરલ કરતાં સીએમ રૂપાણીને સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન