CM Rupani Rich at Nadabet Border, He Will Celebrated Diwali WIth BSF
  • Home
  • Featured
  • નડાબેટ બૉર્ડર પર પહોંચ્યા સીએમ રૂપાણી, BSF જવાનો સાથે ઉજવશે દિવાળી

નડાબેટ બૉર્ડર પર પહોંચ્યા સીએમ રૂપાણી, BSF જવાનો સાથે ઉજવશે દિવાળી

 | 1:23 pm IST

દિવાળીનાં પર્વની દેશભરમાં ધૂમધામથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતની નડાબેટ બૉર્ડર પર જવાનો પણ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. પ્રકાશ પર્વ દિવાળીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને દિવાળીની શુભકામનાઓ આપી હતી. તો સીએમ રૂપાણી નડાબેટ બૉર્ડર પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા છે.

સીએમ રૂપાણી નડાબેટમાં પાકિસ્તાન સરહદ પર તૈનાત બીએસએફ જવાનો સાથે ઉજવણી કરશે. વિજય રૂપાણી સીમા દર્શન કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લેશે અને નડેશ્વરી માતાનાં દર્શન કરશે. આ ઉપરાંત સીએમ રૂપાણી જગમાલ બૉર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લેશે.

તો સાંજે 5 વાગ્યે સીએમ રૂપાણી રાજકોટની મુલાકાતે પહોંચશે. રાજકોટમાં અષ્ટલક્ષી યજ્ઞમાં સીએમ રૂપાણી હાજરી આપશે. આ કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર ઉપસ્થિત રહેશે. આરએમસી ટીપર વાનમાં પી.એ.સીસ્ટમનું લૉન્ચિંગ કરવામાં આવશે.