NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.3725 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સીએમ વિજય રૂપાણી મા અંબાના શરણે, દંપતીએ કરી પૂજા

સીએમ વિજય રૂપાણી મા અંબાના શરણે, દંપતીએ કરી પૂજા

 | 4:02 pm IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંબાજી ધામમાં માતાજીનાં દર્શનાર્થે પહોંચ્યાં હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગત રાત્રિએ અંબાજીમાં રાત્રી રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે અંબાજી મંદિરે પહોંચતા મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત બ્રાહ્મણોએ વૈદીક મંત્રોચ્ચાર કરી સીએમ વિજય રૂપાણીનું સ્વાગત કર્યું હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમનાં ધર્મપત્ની અંજલીબેને સપરીવાર માતાજીનાં મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લઇ માતાજીની આરતી નો લ્હાવો લીધો હતો. આરતી પૂર્ણ થયા બાદ વિજય રૂપાણીએ માતાજીની પુજા અર્ચના કરી કપૂર આરતી ઉતારી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજારીનાં હસ્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને માતાજીની પ્રતિમા અર્પણ કરાઇ હતી.