CM Rupani's 30 year old traditional practice is broken, Uttarayan will not be celebrated
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મકરસંક્રાંતિ નહીં ઉજવે, 30 વર્ષ જુની પરંપરાગત પ્રથમ વખત તૂટી

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મકરસંક્રાંતિ નહીં ઉજવે, 30 વર્ષ જુની પરંપરાગત પ્રથમ વખત તૂટી

 | 10:09 am IST
  • Share

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) હોમટાઉન રાજકોટ (Rajkot)માં દર વર્ષની માફક મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી નબીં કરે. દર વર્ષે સીએમ અને તેમના 12 મિત્રો પરિવાર સાથે મકર સંક્રાતિની ઉજવણી કરતા હતા.

તાજેતરમાં જ મિત્રોમાંના એક સાંસદ ભારદ્વાજ (MP Bhardwaj)ની વસમી વિદાયને લઈ આ વર્ષે મુખ્યમંત્રી ઉત્તરાયણ નહીં ઉજવે. એક મિત્રના નિધનના કારણે આ વર્ષે મુખ્યમંત્રી સહિતના મિત્રો માટે મકરસંક્રાંતિ ફિક્કી બની છે.

બીજી બાજુ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે મોડીસાંજે અમદાવાદ પહોંચ્યા છે અને ઉત્તરાયણ સુધી અમદાવાદમાં રોકાશે. પરંતુ આ વર્ષે અમિત શાહ ઉત્તરાયણમાં પતંગ નહીં ચગાવે. અમિત શાહ પરિવાર સાથે જ મકરસંક્રાંતિની ઉજવણી ઘરે જ કરશે.

અત્રે અભય ભારદ્વાજને કોરોના થયા બાદ વધુ સારવાર અર્થે ચેન્નઇ ખસેડવામાં આવ્યા હતા. આ સમયે પણ ડોકટરની સલાહ મુજબ તેમના અંગત મિત્રોના અવાજ સંભળાવવા તબીબોએ સલાહ આપી હતી. જેમાં મુખ્યમંત્રીએ ઓડિયો સંદેશો મોકલી ‘જલ્દીથી સાજો થઇ પરત આવ, આપણે ઉત્તરાયણમાં સાથે પતંગ ઉડાવવાની છે…’ વાક્યનો સંદેશો મોકલ્યો હતો. પરંતુ કમનસીબે અભયભાઈના નિધનથી આ વર્ષે મિત્રો સાથે ઉત્તરાયણ ઉજવી શક્યા નથી.

જુઓ આ પણ વીડિયો: અમદાવાદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન