CM Vijay Rupai Inaugurated 71th State Van Mahotsav From Rajkot
  • Home
  • Featured
  • જન્મદિનનાં દિવસે CM રૂપાણીની રાજકોટને મોટી ભેટ, આજી નદીનાં કાંઠે બનશે ‘રામ વન’

જન્મદિનનાં દિવસે CM રૂપાણીની રાજકોટને મોટી ભેટ, આજી નદીનાં કાંઠે બનશે ‘રામ વન’

 | 2:53 pm IST

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 71મા રાજ્યકક્ષાના વન મહોત્સવનો રાજકોટથી પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરની સરખામણીએ રાજકોટ હરિયાળી વ્યાપમાં ઘણું પાછળ છે. રાજકોટમાં હરિયાળીનો વ્યાપ અંદાજ માત્ર 4 ટકા જ છે. ત્યારે 156.16 એકર જમીનમાં ગ્રીન બેલ્ટ વિકસાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી.

રાજકોટના આજી નદીના કાંઠે 47 એકરમાં અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવશે. અંદાજીત 769 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વન વિકસાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આજે જન્મ દિવસ પર રાજકોટને ગ્રીન બેલ્ટ અને અર્બન ફોરેસ્ટમાં ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવામાં આવશે. સાથે જ જ્યારે 5 ઓગસ્ટના રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ રહ્યું છે, ત્યારે રાજકોટમાં નિર્માણ લઈ રહેલ વનને ‘રામ વન’ નામ આપવામાં આવશે.

47 એકર ખુલ્લી જમીનમાં નિર્માણ થઇ રહેલ અર્બન ફોરેસ્ટ અને સંસ્કૃતિકના વનમાં તીર્થકર વન, નક્ષત્ર વન અને રાશિ વન માનવ જીવનના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગ ઔષધીય વનના ભાગો વિકસિત વનવિભાગના માર્ગદર્શન હેઠળ કરાશે. સાથે જ રાજકોટવાસીઓને ફરવાલાયક એક નવું સ્થળ વિકસિત થશે તેવું મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ વીડિયો પણ જુઓઃ મારું ગામ મારો સંદેશ – અરવલ્લીમાં દવાના છંટકાવ માટે ખેડૂતે અનોખી પદ્ધતિ અપનાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન