ઊપલેટાની આગ : CMએ મૃતક વિદ્યાર્થીનીઓના પરિવારને 4 લાખની સહાયની કરી જાહેરાત - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ઊપલેટાની આગ : CMએ મૃતક વિદ્યાર્થીનીઓના પરિવારને 4 લાખની સહાયની કરી જાહેરાત

ઊપલેટાની આગ : CMએ મૃતક વિદ્યાર્થીનીઓના પરિવારને 4 લાખની સહાયની કરી જાહેરાત

 | 11:13 am IST

રાજકોટના ઉપલેટાના પ્રાંસલામાં કાળજુ કંપાવે તેવી ઘટના બની છે. રાજકોટના ઊપલેટામાં રાષ્ટ્રકથા શિબિરમાં મોડી રાત્રે લાગેલીને આગને કારણે 3 વિદ્યાર્થીઓના મોત થયા છે. સ્વામી ધર્મબંધુજીની ચાલતી શિબિરમાં સર્જાયેલી કરૂણાંતિકાથી ભારે શોક વ્યાપી ગયો છે. જેને પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પોતાના મુખ્યંત્રી રાહત નિધિ ફંડમાંથી પણ મૃતક વિદ્યાર્થીનીઓના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરી છે. આ સમગ્ર મામલે રાજકોટ કલેક્ટરની તપાસ સોંપાઈ છે, કે આગ કેવી રીતે લાગી હતી.

સીએમએ ટ્વિટ કરી
સીએમ વિજય રૂપાણીએ ટ્વિટમા દુખ વ્યક્ત કરતા કહ્યું કે, પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબીરમાં લાગેલી આગના કારણે ખુબજ દુઃખની લાગણી અનુભવું છું. રાજ્યસરકાર અને વહીવટીતંત્રએ સતર્ક રહીને પરિસ્થિતિને કાબુ હેઠળ લઇ લીધી છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

આ ઘટના અંગે શિબિરના સ્વામી ધર્મબંધુજીએ પણ દુખ વ્યક્ત કરતા કહ્યું કે, અમારા માટે આ બહુ જ દુખદ ઘટના છે. પરંતુ અમને અફસોસ થાય છે કે, અમે 3 વિદ્યાર્નીઓને બચાવવા નિષ્ફળ રહ્યા. આ ઘટનાને પગલે ઊપલેટાના ઘારાસભ્ય લલિત વસોયાએ પણ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓની મુલાકાત લીધી હતી.

શિબિરમાં વિદ્યાર્થીનીઓના રહેવાના ટેન્ટમાં જ આગ લાગી હતી. જેમાં 15 જેટલી વિદ્યાર્થીનીઓ ઘાયલ થયા છે. આગમાં દાઝી ગયેલી પાંચ યુવતીઓને રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ વિદ્યાર્થીનીઓની હાલત વધુ ગંભીર હોવાથી તેમને ઉપલેટાથી રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે. મૃત્યુ પામનાર વિદ્યાર્થીનીઓ જસદણ, મોરબી અને સાયલાની હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં એક વિદ્યાર્થિની પોતાનો સામાન લેવા જતાં આગને ભેટી હતી.

આગમાથી વિદ્યાર્થીનીઓને બચાવવા વહેલી તકે રેસ્ક્યુ શરૂ કરાયું હતું. અંદાજે 6000થી વધુ વિદ્યાર્થીનીઓને આગમાંથી બચાવી હતી. ફાયર બ્રિગડના કાફલાએ મહામહેનતે આગ પર કાબુમેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્ર કક્ષાની 10 દિવસની શિબિરનો આજે છેલ્લો દિવસ હતો. અભિનેતા મુકેશ ખન્નાએ પણ શિબિરની મુલાકાત લીધી હતી.