CM Vijay Rupani relief news for gujarat electricity users
  • Home
  • Ahmedabad
  • કોરોના ઇફેક્ટ: રાજ્યમાં લોકડાઉન વચ્ચે CM રૂપાણીએ વીજ વપરાશકારોને આપી મોટી રાહત

કોરોના ઇફેક્ટ: રાજ્યમાં લોકડાઉન વચ્ચે CM રૂપાણીએ વીજ વપરાશકારોને આપી મોટી રાહત

 | 11:22 pm IST

ચીનથી ફેલાયેલ કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કર્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં આ વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 3 લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે ગુજરાત સહિત આખા દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન છે. આવી પરિસ્થિતિઓમાં જીનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે અને વેપાર ધંધા ઠપ થયા છે.


કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વીજ વપરાશકારોને રાહત આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માહિતી મુજબ રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો, ઉદ્યોગો અને વીજ વપરાશકારો જે ગુજરાત ઇલેક્ટ્રીક બોર્ડ(GEB) ના વીજળી બિલ ભરે છે તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બિલ ભરવાની મુદત 15મી મે સુધી આગળ વધારવામાં આવી છે. આ સાથે બિલ ભરવામાં મોડું થતા લાગતી પેનલ્ટી કે કનેક્શન કાપી નાખવાની બાબત પણ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષતા હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં હાલની સ્થિતીની સમીક્ષા કરતા આવો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું કે લોકડાઉનની સ્થિતિમાં વેપાર-ધંધા બંધ છે તેથી વેપાર, ઉદ્યોગો, નાના દુકાનધારકો કે જેમને જીઇબીના બીલ ભરવાના હોય છે તેમને એપ્રિલ મહિનાના બીલમાં ફીકસ ચાર્જીસ લેવામાં આવશે નહીં, માત્ર વપરાશનું બીલ જ તેમણે ભરવાનું રહેશે. તેમણે કહ્યું કે કોરમ કમિટીની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ અને વરિષ્ઠ સચિવો સાથે ચર્ચા-વિચારણા કરી અને સર્વગ્રાહી સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન