CM વિજય રૂપાણીએ રાજીનામાંને લઇ આપ્યું સ્પષ્ટ નિવેદન, જાણવા કરો ક્લિક - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • CM વિજય રૂપાણીએ રાજીનામાંને લઇ આપ્યું સ્પષ્ટ નિવેદન, જાણવા કરો ક્લિક

CM વિજય રૂપાણીએ રાજીનામાંને લઇ આપ્યું સ્પષ્ટ નિવેદન, જાણવા કરો ક્લિક

 | 5:12 pm IST

ગુજરાતના રાજકારણમાં વધુ એક હિલચાલ થઈ રહી છે. જેને જોતા ગુજરાતના રાજકારણમાં આનંદીબેન પટેલના રાજીનામા બાદ ફરીથી ગરમાવો આવે તેવી ચર્ચા ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમા પહેલીવાર સતત અસંતોષ બહાર આવી રહ્યો છે. તો સામે થોડા દિવસ પહેલાં શંકરસિંહ બાપુ જુથ પણ બેઠક કરી હતી. તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સંપર્ક અભિયાનના બહાને શંકરસિંહ સાથે મુલાકાત કરી હતી. આ તમામ ઘટનાઓ કોઈ મોટી રાજકીય ઘટનાના એંધાણ સૂચવે છે.

રૂપાણી સરકારની શરુઆતમા જ ગ્રહણ હોય તેવી શરુઆત થઈ હતી. અંદાજે શપથના અઠવાડિયા બાદ પણ મંત્રીઓના ખાતાની વહેંચણી નહોતા કરી શક્યા. આમ, ગુજરાતના ભાજપના રાજકારણમાં ફરીથી ગરમાશે તેવી ચર્ચા ચાલી રહી છે.

હાલમાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી અફવાહે જોર પકડ્યું છે અને આ અંગે મોટા માથાઓ પણ પોતાના અલગ અલગ નિવેદગનો આપી રહ્યા છે. ત્યારે CM રૂપાણીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, રાજીનામુ આપવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી, મે કોઈ રાજીનામું આપ્યુ નથી અને કેબિનેટમાં રાજીનામું આપવાની પ્રણાલી જ ન હોય તો આ માત્ર એક અફવાહ છે. આ સાથે જ વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતનો વિકાસ અટકાવવાનો આ પ્રયાસ છે લોકો મીડિયમા ચમકવા માટે જુઠાણા ફેલાવી રહ્યા છે. હું 5 વર્ષ જનતાની સેવા કરવાની છે.

આમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામાંની ઉડતી અફવાહોને પોતાની પ્રતિક્રિયા આપી સમાપ્ત કરી દીધી હતી.