cm-vijay-rupani-say-about-ahmedabad-name-changed
  • Home
  • Ahmedabad
  • ભદ્રકાળીના દર્શન બાદ રૂપાણીએ ફરી આલોપ્યો અમદાવાદના નામકરણનો રાગ, જાણો શું કહ્યું?

ભદ્રકાળીના દર્શન બાદ રૂપાણીએ ફરી આલોપ્યો અમદાવાદના નામકરણનો રાગ, જાણો શું કહ્યું?

 | 4:34 pm IST

આજે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા હતા, ત્યારબાદ તેમને અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી મુદ્દે પોતાનું નિવેદન આપ્યું હતું. અગાઉ ડેપ્યૂટી મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે સરકાર વિચારી રહી હોવાનું સ્વિકાર્યા બાદ હવે મુખ્યમંત્રી રૂપાણીએ ફરીથી તેનો રાગ આલોપ્યો છે.

નવા વરસે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા ગયેલ મુખ્યમંત્રીએ નામ બદલવા અંગે આવશ્યક કાનૂની કાર્યવાહી અંગે વિચારણા થઈ રહી હોવાનું સ્વિકાર્યું હતું. તમામ અડચણો દૂર કર્યા પછી 2019માં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરી શકાશે એવો તેમણે સંકેત આપ્યો હતો.

વિજય રૂપાણી આજે અમિત શાહની મુલાકાત લઇ શકે છે. એવું કહેવાઇ રહ્યું છે કે, સીએમ વિજય રૂપાણી સર્કિટ હાઉસનો કાર્યક્રમ પતાવી અમિત શાહના ઘરે મુલાકાત માટે જઇ શકે છે. આજે સીએમે 2019માં Pm મોદીની અધ્યક્ષતામાં સરકાર તેમની બને એવી માતાજીને પ્રાર્થના કરી હતી.